For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસ્ટિસ ચંદ્રચુડને ચીફ જસ્ટીસ બનતા રોકવા અરજી, સુપ્રીમ કોર્ટે ભ્રામક ગણાવી!

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા યુયુ લલિતનો કાર્યકારય 8 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે. યુયુ લલિલ બાદ હવે ભારતના નવી ચીફ જસ્ટીસ તરીકે ડીવાય ચંદ્રચુડ શપથ લેશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા યુયુ લલિતનો કાર્યકારય 8 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે. યુયુ લલિલ બાદ હવે ભારતના નવી ચીફ જસ્ટીસ તરીકે ડીવાય ચંદ્રચુડ શપથ લેશે. જો કે તેમને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. આ અરજીમાં ચદ્રચુડને ચીફ જસ્ટીસ બનતા અટકાવવા માંગ કરાઈ હતી.

Justice Chandrachud

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીને કોર્ટે ભ્રામક ગણાવી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ સાથે એ પણ કહ્યું છે કે આ અરજીમાં સાંભળવા યોગ્ય કંઈ નથી.

મળતી વિગતો અમુસાર, આ અરજી મુર્સલિન અસિજિત શેખ નામના વ્યક્તિએ દાખલ કરી હતી. આ અરજી પર ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે સુનાવણી કરી હતી. ખંડપીઠે કહ્યું કે, અમે સમગ્ર અરજીને ખોટી માનીએ છીએ. જો અરજીમાં કોઈ તથ્ય હોત તો સાંભળી હોત. અગાઉ અરજદારના વકીલે કોર્ટને લેખિત દલીલોના આધારે નિર્ણય લેવા વિનંતી કરી હતી.

સૂનાવણી કરતા કરતા પીઠે કહ્યું કે, આ મામલાને તાત્કાલિક સૂનાવમી માટે લિસ્ટ કરાયો હતો. અરજીમાં માંગવામાં આવેલી રાહતને ધ્યાનમાં રાખીને આ બાબતનો ઉલ્લેખ કરનારા વકીલને બપોરે 12:45 વાગ્યે તેમની રજૂઆત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ અરજી ખારીજ કરીએ છીએ.

જસ્ટિસ યુ લલિતે જસ્ટિસ એનવી રમનાની જગ્યા લીધી હતી. તેઓ 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ સરકારે તેમને તેમના અનુગામીનું નામ આપવા જણાવ્યું હતું. જેના પર જસ્ટિસ લલિતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ આગળ કર્યું હતું. જસ્ટીસ ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળશે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે, જસ્ટિસ ચંદ્રચુડના પિતા વાય. વી.ચંદ્રચુડ ભારતના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે.

English summary
Demand in Supreme Court to stop Justice Chandrachud from becoming Chief Justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X