રાહુલ ગાંધીએ નોટબંધીને "મોદી મેડ ડિઝાસ્ટર" ગણાવી
બેલગામમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કર્યા આકારા પ્રહારો. વધુ વાંચો અહીં.
શનિવારે, કર્ણાટકના બેલગામ ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેર સભાને સંબોધી હતી. આ રેલીમાં તેમણે નોટબંધી જેવા મહત્વના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની કડક શબ્દોમાં નીંદા કરી હતી.
રાહુલે કહ્યું સંસદ ભવનમાં મોદીજીએ ખેડૂતોની મજાક ઉડાવી છે. વધુમાં નોટબંધી પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે અંગ્રેજીમાં કહેવત છે કે મેન મેડ ડિઝાસ્ટર તે જ રીતે નોટબંધી પણ મોદી મેડ ડિઝાસ્ટર છે.

રાહુલ કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા માંગે છે કે માલ્યા હિંદુસ્તાનનો ચોર છે. તમે તેને 1200 કરોડ રૂપિયાની ટોફી કેમ ખવડાવી? તમે તેનું દેવું તો માફ કરી દીધું? પણ ગરીબ ખેડૂતોનું દેવું તમે માફ નથી કરી શકતા?
વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમામ કેશ કાળું નાણું નથી. ના જ તમામ કાળું નાણું કેશમાં છે. નોટબંધીથી ગરીબોને ભારે હાલાકી થઇ રહી છે. ખાલી 6 ટકા કાળું નાણું કેશમાં છે. 94 ટકા કાળું નાણું સોના અને રિયલ સ્ટેટમાં છે તે વાત મોદીજી પણ જાણે છે.












Click it and Unblock the Notifications
