હનીપ્રીત 23 ઓક્ટો. સુધી લિગલ કસ્ટડીમાં,વિપશ્યના સામે રડી પડી

Written By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઇંસા પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ તેની પૂછપરછ અને આગળની કાયદાકીય કાર્યવાહીમાં વ્યસ્ત છે. શરૂઆતમાં તો હનીપ્રીતે પોલીસ સામે અડિયલ વલણ અપનાવતામાં પૂછપરછમાં પોલીસને સહકાર નહોતો આપ્યો, પરંતુ તેના રિમાન્ડ લંબાયા બાદ તે પોલીસ સામે ઢીલી પડી હતી. શુક્રવારે હનીપ્રીતના પોલીસ રિમાન્ડ પુરા થયા બાદ પંચકૂલા અદાલતે તેને 23 ઓક્ટોબર સુધી લીગલ કસ્ટડીમાં મોકલી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 10 ઓક્ટોબરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેના રિમાન્ડ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યા હતા.

હનીપ્રીતનો મોબાઇલ હાથ લાગ્યો

હનીપ્રીતનો મોબાઇલ હાથ લાગ્યો

પોલીસે શુક્રવારે પંચકૂલા કોર્ટમાં જણાવ્યું કે, હનીપ્રીત ઇંસાનો મોબાઇલ હાથ લાગ્યો છે, પરંતુ લેપટોપ નથી મળ્યું. પોલીસ અનુસાર, હનીપ્રીતે પંચકૂલમાં હિંસા ભડકાવી હોવાની વાત કબૂલી લીધી છે, પરંતુ આ મામલે પોલીસને હજુ સુધી પુરાવાઓ મળ્યા નથી. પોલીસ તપાસ માટે હનીપ્રીતને લઇને અનેક સ્થળોએ પહોંચી હતી. સૂત્રો અનુસાર, એસઆઈટી, હનીપ્રીત અને સુખદીપ કૌર બુધવારે બઠિંડાના જંગી રાણા નામના ગામ પહોંચ્યા હતા.

વિપશ્યનાને જોઇ ગળે મળી રડી હનીપ્રીત

વિપશ્યનાને જોઇ ગળે મળી રડી હનીપ્રીત

શુક્રવારે એસઆઈટી એ ડેરાની ચેરપર્સન વિપશ્યના ઇંસાની પણ પૂછપરછ કરી હતી. હનીપ્રીત જેવી વિપશ્યના પાસે પહોંચી કે તેના ગળે મળી રડી પડી હતી. હનીપ્રીતની ધરપકડ બાદ આ બંને શુક્રવારે પહેલીવાર મળ્યા હતા. પોલીસે આ બંનેને સામ-સામે બેસાડી પૂછપરછ કરી હતી. એસઆઈટી દ્વારા વિપશ્યનાને ગુરૂવારે જ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તે પહોંચી નહોતી.

વિપશ્યના ઇંસા

વિપશ્યના ઇંસા

એસઆઈટી સાથેની પૂછપરછ પહેલાં જ વિપશ્યનાની તબિયત બગડી હતી, તેને અસ્થમાનો એટેક આવતાં એમએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હિંસા ભડકાવવા માટે ડેરાના ખજાનામાંથી 8 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આ વાત સાચી હોય તો વિપશ્યનાની મુસીબતો વધી જાય છે.

કોણ છે વિપશ્યના?

કોણ છે વિપશ્યના?

32 વર્ષીય વિપશ્યના નાનપણથી સિરસા ડેરા સાથે જોડાયેલી છે. તેણે ડેરામાં જ ચાલતી શૈક્ષણિક સંસ્થામાંથી ગ્રેજ્યૂએશન અને પોસ્ટ ગ્રેજ્યૂએશન કર્યું છે. હનીપ્રીતની માફક જ વિપશ્યના પણ રામ રહીમના નજીકના વ્યક્તિઓમાંની ગણાય છે. વર્ષ 2011માં ડેરા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વિપશ્યનાની નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલાં તે ડેરાના મહિલા વિભાગની ઇનચાર્જ હતી.

English summary
Dera Sacha Sauda Chairperson Vipassana and Honepreet met at police station on Friday. Panchkula Court sent Honeypreet to legal custody till 23rd October.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.