For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચારને ધડમૂળથી નષ્ટ કરવું છેઃ પ્રધાનમંત્રી

By Super
|
Google Oneindia Gujarati News

manmohan singh
નવીદિલ્હી, 4 નવેંબરઃપ્રધાનમંત્રી મનમોહન સિંહે રવિવારે ફરી એકવાર કહ્યું કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સરકાર ભ્રષ્ટાચારને ધડમૂળથી નષ્ટ કરવા માટે દૃઢ નિષ્ચય છે.

તેમણે કહ્યું કે આ દરમિયાન સાથે જ એ ધ્યાન રાખવામાં આવે કે ઇમાનદારી લોકોને કામ કરવાનો ભય સતાવવા ના લાગે. રામલીલા મેદાનમાં અહીં કોંગ્રેસની મહારેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું છે, '' આ અમારુ કર્તવ્ય છે કે આપણે ભ્રષ્ટાચાર ના થવા દઇએ અને સાથે જ સુનિશ્ચિત કરો કે ભ્રષ્ટાચાર કરનારાઓને આકરો દંડ ફટકારવામાં આવે, પરંતુ આપણે ધ્યાન રાખવું જોઇએ કે આપણે ભયનો માહોલ ઉભો ના કરીએ કે જેનાથી વિકાસનું કામ પ્રભાવીત થાય.''

તેમણે ભ્રષ્ટાચારને ધડમૂળથી નષ્ટ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે ફરી એક વખત જણાવ્યું હતું. આ પહેલા 10 ઓક્ટોબરે કેન્દ્રીય તપાસ ખાતુ અને રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના અધિકારીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર નકારાત્મકતા અને હતાશાથી દેશની છબીને નુક્સાન પહોંચી શકે છે અને તેનાથી મનોબળ નબળું પડી શકે છે.

નોંધનીય છે કે હાલની સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ધેરાયેલી છે. સરકાર પર 2જી, કોલસા બ્લોક ફાળવણી અને હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.

English summary
Manmohan Singh Sunday reiterated that the UPA government was determined to root out corruption but it should be done in a manner that honest officials do not become scared of working.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X