For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 વર્ષમાં જે ન થયું તે દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું

50 વર્ષમાં જે ન થયું તે દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં પાંચ દશકા બાદ ફરી ઈતિહાસ પૂનરાવર્તિત થયો છે. મહારાષ્ટ્રની ચૂંટણી ટ્રેન્ડથી નક્કી લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજીવાર ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં અગાઉ 1972માં આવું થયું હતું જ્યારે તત્કાલિન કોંગ્રેસી મુખ્યમંત્રી વસંતરાય નાઈક પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા.

devendra fadanvis

મહારાષ્ટ્રની રાજનીતિમાં 2019ના ઓક્ટોબરથી પહેલા 1967ના માર્ચમાં આવું થયું હતું, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી વસંદ રાવ નાયક પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી ચૂંટણી જીતી સત્તા વાપસી કરી હતી. તેમના બાદ કોઈપણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બીજીવાર સત્તામાં આવવું તો દૂર પણ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો નહોતો કરી શક્યા. પરંતુ ફડણવીસે મહારાષ્ટ્રની રાજનીતિમાં પાંચ દશકાથી ચાલી આવી રહેલ આ પરંપરા તોડી દીધી છે.

આજની સચ્ચાઈ આ છે કે પોતાની વિકાસવાદી છબીને કારણે તેમણે પ્રદેશની રાજનીતિમાં પોતાનું કદ એટલું ઊંચું કરી લીધું છે, જેટલનું ત્યાં બાલાસાહેબ ઠાકરે અને શરદ પવાર સિવાય અન્ય કોઈ નથી બની શક્યું. આ વખતે ચૂંટણી સત્તાધારી ગઠબંધને ત્યાં પૂરી રીતે તેમના ચહેરાને આગળ ધરીને જ લડી હતી અને ભારે બહુમતીથી સત્તામાં વાપસી કરી રહી છે. તેમણે પોતાના દમ પર પાછલા પાંચ વર્ષમાં ખુદને આખા મહારાષ્ટ્રના સર્વસામાન્ય નેતાના રૂપમાં સ્થાપિત કર્યું છે.

Maharashtra Assembly Elections 2019: રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક સીટ પર જ આગળMaharashtra Assembly Elections 2019: રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક સીટ પર જ આગળ

English summary
devendra fadanvis is going to repeat history of maharashtra politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X