For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ પદ અમે રાખીશુ, આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવાનો વાંધો નથીઃ ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યુ છે કે ભાજપ સહયોગી શિવસેનાને સીએમ પદ આપવાનો કોઈ ઈરાદો તે નથી રાખતા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યુ છે કે ભાજપ સહયોગી શિવસેનાને સીએમ પદ આપવાનો કોઈ ઈરાદો તે નથી રાખતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપની જીત બાદની સ્થિતિ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે આ નિર્ણય શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લેવાનો છે જ્યાં સુધી તેમની વાત છે તો તેમને આદિત્ય ઠાકરેને ઉપમુખ્યમંત્રી બનાવવાનો કોઈ વાંધો નથી. જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તો તે એ જ રાખશે. ઈન્ડિયા ટુડેના કાર્યક્રમમાં ફડણવીસે આ વાત કહી છે.

ગઈ વખતના વિસ્તરણમાં પણ શિવસેનાને પૂછ્યુ હતુ

ગઈ વખતના વિસ્તરણમાં પણ શિવસેનાને પૂછ્યુ હતુ

ફડણવીસે કહ્યુ કે તેમના મંત્રીમંડળનુ જે ગઈ વખતે વિસ્તરણ થયુ હતુ તો શિવસેના ઉપમુખ્યમંત્રી પદ માટે તેમણે પૂછ્યુ હતુ. શિવસેનાએ ત્યારે આના માટે મનાઈ કરી દીધી હતી. ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યની પ્રશંસા કરીને કહ્યુ કે તે બહુ સારા રાજનીતિના ગુણ શીખી રહ્યા છે. જરૂરી નથી કે સક્રિય રાજકારણમાં ન ઉતરવાનો જે નિર્ણય બાલા સાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ લીધો તેના પર આદિત્ય પણ ચાલે. બની શકે કે તે સક્રિય રાજકારણમાં આવે.

શિવસેના સાથે જ લડશે ચૂંટણી

શિવસેના સાથે જ લડશે ચૂંટણી

મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના અને ભાજપની સંયુક્ત સરકાર છે. હાલમાં જ બંને પક્ષો વચ્ચે સીટો માટે થોડો તણાવ થવાના સમાચાર આવ્યા હતા. આના પર ફડણવીસે કહ્યુ કે અમે શિવસેના સાથે ચૂંટણી લડીશુ. હજુ સીટોની વહેંચણી નથી થઈ, સીટ શેરિંગ પર વાત ચાલી રહી છે. ફડણવીસે પોતાની સરકારના 5 વર્ષના કામકાજ પર કહ્યુ કે મારી સરકાર પાડવાની કોશિશો બહુ થઈ પરંતુ અને સકારાત્મકતાથી કામ કરતા રહ્યા.

આ પણ વાંચોઃ હરિયાણા-મહારાષ્ટ્ર ઉપરાંત આ રાજ્યોની 64 સીટો પર પણ મતદાનઆ પણ વાંચોઃ હરિયાણા-મહારાષ્ટ્ર ઉપરાંત આ રાજ્યોની 64 સીટો પર પણ મતદાન

મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે ચૂંટણી

મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે ચૂંટણી

મહારાષ્ટ્રમાં આવતા મહિનાની 21 ઓક્ટોબરે ચૂંટણી થશે. ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન અને 24 ઓક્ટોબરના રોજ પરિણામનુ એલાન થશે. 2014માં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપને 122, શિવસેનાને 63, કોંગ્રેસ પાર્ટીને 42 સીટો અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને 41 સીટો પર જીત મળી હતી.

English summary
devendra fadnavis aditya thackery maharashtra assembly elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X