For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કરાંચી સ્વીટ્સ' મામલે દેવેન્દ્ર ફડણવીસઃ એક દિવસ આખુ કરાંચી જ ભારતનો હિસ્સો હશે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના 'કરાંચી સ્વીટ્સ' મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના 'કરાંચી સ્વીટ્સ' મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે અખંડ ભારતમાં પૂરો વિશ્વાસ રાખીએ છીએ માટે એક દિવસ કરાંચી પણ હિંદુસ્તાનનો ભાગ હશે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં બાંદ્રામાં સ્થિત કરાંચી સ્વીટ્સ ઘણા દિવસોથી સમાચારોમાં છવાયુ છે કારણકે એક શિવસેના નેતાએ દુકાનના માલિકને કરાંચી નામ હટાવવા માટે ચેતવણી આપી હતી. જો કે શિવસેનાએ ખુદને આ મામલાથી અલગ કરી લીધુ હતુ. આ મામલે હવે દેવેન્દ્ર ફડણવીસે કહી દીધુ છે કે એક દિવસ કરાંચી પણ હિંદુસ્તાનનો હિસ્સો હશે.

Devendra fadnavis

આ મામલે શિવસેનાએ અંતર જાળવી લીધુ હતુ

શિવસેનાના નેતા નિતિન નંદગાવકરે દુકાનના માલિકને કહ્યુ હતુ કે તેમની દુકાન ભારતમાં છે નહિ કે પાકિસ્તાનમાં, માટે તેણે પોતાની દુકાનનુ નામ કરાંચીમાંથી હટાવવુ પડશે. આ મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યુ હતુ કે, 'કરાંચી સ્વીટ્સ' છેલ્લા 60 વર્ષોથી મુંબઈમાં છે, માટે દુકાનનુ નામ બદલવાની વાત પાર્ટીનુ અધિકૃત સ્ટેન્ડ નથી.

ભારતનો હિસ્સો બનશે આજનુ પીઓકેઃ સંરક્ષણ મંત્રી

તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસની પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કંઈક આવી જ વાત કરી ચૂક્યા છે. રાજનાથ સિંહે આ મહિનાની શરૂઆતમાં પીઓકેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનને ભારતનુ અભિન્ન અંગ ગણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે આવનારા સમયમાં આ હિસ્સો અમારો જ હશે.

મુંબઈમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે NCBએ પાડી રેડમુંબઈમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે NCBએ પાડી રેડ

English summary
Devendra fadnavis says One day Karachi will be part of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X