ભારતીય રાજદૂત દેવયાનીના પિતા લડશે લોકસભાની ચૂંટણી

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 16 જાન્યુઆરી: અમેરિકામાં ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેનો મુદ્દો એટલો બધો ગરમાઇ ગયો કે ભારતે પોતાના રાજદૂતને ભારત પાછો બોલાવવો પડ્યો. અમેરિકામાં રાજદૂત રહેલી દેવયાની ખોબરાગડે અને તેમના પિતા આ વિવાદ બાદ સમાચારોમાં આવી ગયા છે. આ કવરેજનો ઉપયોગ કરીને હવે દેવયાનીના પિતા ઉત્તમ ખોબરાગડે હવે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવા જઇ રહ્યા છે.

ઉત્તમ ખોબરાગડેએ જણાવ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી લડશે, જોકે તેમણે અત્યાર સુધી સ્પષ્ટ નથી કર્યું કે તેઓ ચૂંટણી કયા દળના ટિકિટ પર લડશે. તેઓ હજી સુધી કોઇ પણ દળ સાથે સંકળાયેલા નથી. તેમણે જણાવ્યું કે તેમની વાત વિભિન્ન દળો સાથે ચાલી રહી છે.

uttam khobragade
ઉત્તમ ખોબરાગડેએ જણાવ્યું કે તેઓ યોગ્ય સમય આવવા પર આ અંગેની જાહેરાત કરશે. જ્યાં પિતા લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે તો દેવયાનીએ અમેરિકાની એક કોર્ટને જણાવ્યું છે કે તેઓ તેમની સામેના વિઝા છેતરપિંડીનો આરોપ રદ્દ કરી દે.

તેમણે અમેરિકન કોર્ટને તેમની વિરુદ્ધ ધરપકડ પણ રદ કરવાની અપિલ કરી છે તેમને રાજદૂત તરીકે છૂટ હાસલ છે. જ્યારે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હવે વિદેશી રાજદૂતના ઘરેલું કામવાળાઓનું પણ વ્યક્તિગત રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે.

English summary
Uttam Khobragade, a retired IAS officer and father of diplomat Devyani Khobragade, said on Wednesday that he would contest the forthcoming Lok Sabha elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.