For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા પર પેશાબ કરવા મુદ્દે DGCA એ એર ઈન્ડિયાને નોટિસ મોકલી, જાણો શું કહ્યું?

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા યાત્રી પર અન્ય એક નશામાં રહેલા યાત્રીએ પેશાબ કર્યો હતો. હવે આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે DGCA એ એર ઈન્ડિયાને નોટીસ મોકલી જવાબ માંગ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા યાત્રી પર અન્ય એક નશામાં રહેલા યાત્રીએ પેશાબ કર્યો હતો. હવે આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે DGCA એ એર ઈન્ડિયાને નોટીસ મોકલી જવાબ માંગ્યો છે. એર ઈન્ડિયાએ નોટિસમાં ઘટના કેવી રીતે ઘટી તેની વિગતો આપવા અને કાર્યવાહી કેમ ન કરી તે પણ સવાલ કર્યો છે.

Air India

DGCA તરફથી એર ઈન્ડિયાને અપાયેલી નોટિસમાં કહેવાયુ છે કે, પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે બોર્ડિંગ દરમિયાન અનિયંત્રિત પેસેન્જરને હેન્ડલ કરવા સંબંધિત જોગવાઈઓનું પાલન કરાયુ નથી. સંબંધિત એરલાઇનનું વર્તન અવ્યાવસાયિક હોવાનું જણાય છે અને તે આ નિષ્ફળતાનું કારણ છે. આમાં નિયમનકારી જવાબદારીઓની કદરનો અભાવ છે.

અહીં તમને જણાવી દઈએ કે આ ઘટના 26 નવેમ્બરની છે. 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં આ ઘટના ઘટી હતી. હવે સામે આવી રહેલા સમાચાર અનુસારડીજીસીએને આપેલી નોટિસમાં દાવો કર્યો છે કે મહિલા પેસેન્જર અને પુરુષ પેસેન્જર વચ્ચે સમાધાન થઈ ગયું છે. કારણ કે મહિલા મુસાફરે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

અહીં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એર ઈન્ડિયાએ મહિલાનું સંપૂર્ણ ભાડું પણ પરત કરી દીધું છે અને આ કૃત્ય કરનાર વ્યક્તિ પર ટ્રાવેલ પ્રતિબંધ મુક્યો છે. જો કે, નોટિસ મામલે એર ઈન્ડિયા દ્વારા હજુ સુધી વધુ માહિતી શેર કરવામાં આવી નથી.

અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. જેના કારણે મહિલાની બેગ અને કપડાં પણ ભીના થઈ ગયા હતા. મહિલાએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી.

English summary
DGCA sent a notice to Air India on the issue of urinating on a woman, know what it said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X