For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ એશિયા પેસિફિક સૃષ્ટિ રાણાના તાજમાં જડેલા હીરા નકલી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 8 નવેમ્બર : હીરા મહિલાઓને આકર્ષિત કરે છે અને મહિલાઓના ખાસ મિત્ર માનવામાં આવે છે. પણ ત્યારે શું થાય જ્યારે ખબર પડે તે તેમની પાસે જે હીરા છે તે નકલી છે? આવું જ બન્યું છે તાજેતરમાં મિસ એશિયા પેસિફિકનો તાજ જીતનારી ભારતીય વિજેતા સૃષ્ટિ રાણા સાથે. મુંબઇ કસ્ટમ વિભાગે સૃષ્ટિનો જપ્ત કરેલો તાજ પાછો આપ્યો છે કારણ કે તેમાં જડેલા હીરા નકલી છે.

રાણાએ 30 ઓક્ટોબર, 2013ના રોજ દક્ષિણ કોરિયામાં મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેઓ જ્યારે 5 નવેમ્બરના રોજ મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા ત્યારે કસ્ટમ વિભાગે તેમનો ક્રાઉન જપ્ત કર્યો હતો. કસ્ટમ વિભાગે અસલી હીરા જડેલા ક્રાઉન માટે કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવા માટે ક્રાઉન જપ્ત કર્યો હતો. હીરાની તપાસ કરાવાતા તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

srishti-rana-with-crown

કસ્ટમ વિભાગે આ અંગે જણાવ્યું કે ક્રાઉનમાં કોઇ હીરા નહીં પણ કાચ જડવામાં આવ્યા છે. તેની બનાવટ કોઇ મોંધી ધાતુ નહીં પણ પિત્તળની છે. જો આ ક્રાઉનમાં અસલી હીરા જડ્યા હોત તો સૃષ્ટિ રાણાએ કુલ મુલ્યના 36 ટકા રકમ કસ્ટમ ડ્યુટી તરીકે ભરવી પડી હોત.

English summary
Diamond studded in crown of Miss Asia Pacific Srishti Rana has fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X