For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમિત શાહનો નવો પ્રસ્તાવ, ‘એક દેશ...એક ઓળખપત્ર'

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયના લગભગ દોઢ મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે ‘એક દેશ...એક ઓળખપત્ર'ની વકીલાત કરી.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયના લગભગ દોઢ મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે 'એક દેશ...એક ઓળખપત્ર'ની વકીલાત કરી. આ ઉપરાંત અમિત શાહે કહ્યુ કે વર્ષ 2021માં જે વસ્તી ગણતરી થશે તેમાં અમે મોબાઈલ એપનો પણ ઉપયોગ કરીશુ. તેમણે કહ્યુ કે વસ્તી ગણતરીનો ડિજિટલ ડેટા હોવાના અનેક પ્રકારે વિશ્લેષણ માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ.

શાહનો નવો પ્રસ્તાવ, ‘એક દેશ...એક ઓળખપત્ર'

શાહનો નવો પ્રસ્તાવ, ‘એક દેશ...એક ઓળખપત્ર'

દિલ્લીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે સન 1865માં સૌથી પહેલા વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારથી લઈને 16મી વસ્તી ગણતરી થવા જઈ રહી છે. ઘણા ફેરફાર અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તી ગણતરી ડિજિટલ થવા જઈ રહી છે. તેમણે કહ્યુ કે સરકાર અત્યાર સુધી થયેલી વસ્તી ગણતરીમાં સૌથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. આ વખતે સરકાર લગભગ 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે.

2021ની વસ્તી ગણતરીમાં મોબાઈલ એપનો પણ થશે ઉપયોગ

શાહે દેશમાં એક ઓળખપત્રનો પ્રસ્તાવ આપ્યો. તેમના જણાવ્યા મુજબ આ ઓળખપત્રમાં આધાર કાર્ડ, વોટર આઈડી, ડીએલ બધા એક જ ઓળખપત્રમાં હોવા જોઈએ. અમિત શાહે દેશમાં બધા કામો માટે એક કાર્ડની વકીલાત કરી. તેમણે કહ્યુ કે વસ્તી ગણતરીની આખી બિલ્ડીંગ ગ્રીન બિલ્ડિંગ હશે, ભારતમાં ગ્રીન બિલ્ડિંગને અપનાવવાની જરૂરિયાત છે. અમિત શાહે કહ્યુ કે દેશના સામાજિક પ્રવાહ, દેશના અંતિમ વ્યક્તિના વિકાસ અને દેશના ભવિષ્યના કામના આયોજન માટે વસ્તી ગણતરી જ આધાર છે.

આ પણ વાંચોઃ The Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયાઆ પણ વાંચોઃ The Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા

વસ્તી ગણતરી પર 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે

વસ્તી ગણતરી પર 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે

ગૃહમંત્રીએ કહ્યુ કે બેટી બચાવો-બેટી પઢાઓ, જેવી યોજનાઓ પણ વસ્તી ગણતરીથી જ જન્મ લે છે. ઓછા લિંગ રેશિયોવાળા રાજ્યોમાં જન જાગૃતિ ફેલાવવા, ગર્ભપાતના કાયદાને કઠોર બનાવવો જેવા ઘણા પ્રયાસો કરવામાં આવે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીજીએ દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ અમારી વિચારવાની ક્ષમતામાં ફેરફાર થવા લાગ્યો. દેશને સમસ્યાઓમાંથી મુક્ત કરવામાં આવે, એવી પ્લાનિંગની શરૂઆત 2014 બાદ થઈ. આનાથી વસ્તી ગણતરી રજિસ્ટરના યોગ્ય ઉપયોગની શરૂઆત થઈ.

English summary
digital census in 2021, home minister amit shah proposes idea of multipurpose id card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X