For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફજલને જલદી ફાંસી મળવી જોઇએઃ દિગ્વિજય

By Super
|
Google Oneindia Gujarati News

digvijay singh
ભોપાલ, 27 જાન્યુઆરીઃ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે સંસદ પર હુમલામાં ફાંસીની સજા મેળવેલા અફજલ ગુરુને જલદી ફાંસી પર ચઢાવવાની હિમાયત કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ પાસે લંબિત દયા અરજીના હલ માટે સમય નક્કી કરેલો હોવો જોઇએ.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે તેમનું પહેલેથી માનવું છે કે રાષ્ટ્રપતિ પાસે લંબિત દયા અરજીઓના હલની એક સમય-સીમા નક્કી થવી જરૂરી છે. તેમણે કહ્યું કે દયા અરજીઓના હલમાં વિલંબથી ના તો કેઇને ફાયદો થાય છે અને ના તો તેનો કોઇ અર્થ નીકળે છે. તેમનું માનવું છે કે અફજલ ગુરુને જલદી ફાંસી આપવામાં આવી જોઇએ.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે દ્વારા તાજેતરમાં જયપુર ચિંતન શિબિરમાં હિન્દૂ આતંકવાદ અંગે આપવામાં આવેલા વ્યક્તવ્યને લઇને ઉઠેલા વિવાદ પર કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે એ લોકોએ પણ માફી માંગવી જોઇએ જે લોકો પ્રતિનિધિમંડળને લઇને પ્રધાનમંત્રી પાસે આતંકવાદીઓને છોડાવવા માટે ગયા હતા.

સિંહે કહ્યું કે એ બધાને ખબર છે કે લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથ સિંહ જેવા ભાજપના નેતા પ્રધાનમંત્રીને મળ્યા હતા, જેથી તેઓ તેમને એ લોકોને છોડી દેવા અંગે વાત કરી શકે, જે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં પોલીસ હિરાસતમાં છે. તેમણે કહ્યું કે એ લોકોને પણ માફી માંગવી જોઇએ.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે તેમની નજરમાં આતંકવાદીને કોઇપણ ધર્મ સાથે જોડવાની જરૂરત નથી. સિંહે કહ્યું કે એક આતંકવાદી માત્ર આતંકવાદી હોય છે અને તેમને એ વાત સાથે કંઇ જ લેવા-દેવા નથી કે તેમનો ધર્મ કયો છે. તેમણે કહ્યું કે મારા દસ વર્ષના લાંબા મુખ્યમંત્રીત્વ કાળમાં એક પણ સાંપ્રદાયિક દંગો થયો નહોતો.

English summary
Congress general secretary Digvijay Singh on Sunday said he was in "favour of early hanging of Afzal Guru", sentenced to death by the Supreme Court in the Parliament attack case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X