Same-sex marriage supreme court verdict: જજોમાં મતભેદ, જાણો સમલૈંગિક લગ્ન અંગેની સુનાવણીના મહત્વના મુદ્દા
Same-sex marriage supreme court verdict: સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતાની માગને લઇને પાંચ સદસ્યોવાળી બંધારણ બેચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયધીશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સુનિશ્ચિત કરવા માટે સૂચન કર્યો છે કે, સમલૈંગિક લોકો સાથે યૌન સંબંધના આધારે ભેદભાવ ન કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી શકતી નથી - CJI ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી કે, સત્તાના વિભાજનનો સિદ્ધાંત મૂળભૂત અધિકારોના રક્ષણ માટે નિર્દેશ જાહેર કરતી અદાલતના માર્ગમાં આવી શકે નહીં.
સુપ્રીમ કોર્ટ કાયદો બનાવી શકતી નથી, પરંતુ માત્ર તેનું અર્થઘટન કરી શકે છે અને તેને અસર કરી શકે છે. CJIએ જણાવ્યું હતું કે, કેસને લઈને ચાર નિર્ણયો છે, નિર્ણયોમાં અમુક અંશે સહમતિ અને અમુક અંશે અસંમતિ છે.
સ્પેશિયલ મેરેજ એક્ટમાં કોઈ ફેરફાર નથી - આ કેસમાં ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, લગ્ન સ્થિર અને અપરિવર્તનશીલ છે, તે કહેવું ખોટું છે. જો સ્પેશિયલ મેરેજ એક્ટ નાબૂદ કરવામાં આવે, તો તે દેશને આઝાદી પહેલાના યુગમાં લઈ જશે.
સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર છે કે, કેમ તે અંગે નિર્ણય સંસદે લેવાનો છે. આ સુપ્રીમ કોર્ટે સાવચેત રહેવું જોઈએ કે, કાયદાકીય ક્ષેત્રમાં પ્રવેશ ન કરે.
સરકારે લોકોને જાગૃત કરવા જોઈએ - CJI એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે, ગે સમુદાય માટે સામાન અને સેવાઓની એક્સેસમાં કોઈ ભેદભાવ ન થાય અને સરકારને ગે અધિકારો વિશે લોકોને સંવેદનશીલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
સરકાર હિતોનું રક્ષણ કરશે - સરકાર ગે સમુદાય માટે હોટલાઈન બનાવશે, ગરિમા ગૃહ બનાવશે, હિંસાનો સામનો કરી રહેલા સમલૈંગિક યુગલો માટે સલામત ઘરો બનાવશે અને આંતરલૈંગિક બાળકોને ઓપરેશન કરાવવાની ફરજ ન પડે તે સુનિશ્ચિત કરશે.
ડીવાય ચંદચુડે જણાવ્યું હતું કે, યુનિયનમાં પ્રવેશવાના અધિકારને જાતીય અભિગમના આધારે પ્રતિબંધિત કરી શકાય નહીં. વિજાતીય સંબંધોમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને વ્યક્તિગત કાયદાઓ સહિત હાલના કાયદાઓ હેઠળ લગ્ન કરવાનો અધિકાર છે. અપરિણીત યુગલો, જેમાં ગે યુગલોનો સમાવેશ થાય છે, તેઓ સંયુક્ત રીતે બાળકને દત્તક લઈ શકે છે.
સરકાર કમિટી બનાવશે - CJI ચંદ્રચુડે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમલૈંગિક યુનિયનોમાં વ્યક્તિઓના અધિકારો અને હક નક્કી કરવા માટે એક સમિતિની રચના કરશે. આ સમિતિ સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં કુટુંબ તરીકે સમાવવા પર વિચારણા કરશે, સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતામાં નોંધણી કરવા સક્ષમ બનાવશે, પેન્શન, ગ્રેચ્યુઇટી વગેરે માટે હકદાર છે. સમિતિનો રિપોર્ટ કેન્દ્ર સરકારના સ્તરે જોવામાં આવશે.












Click it and Unblock the Notifications
