દિવાળીની રાતે દિલ્હી પોલીસ એક્શનમાં, 690 કિલો ફટાકડા જપ્ત, 31 લોકોની ધરપકડ
દિવાળીની રાતે 690 કિલો ફટાકડા જપ્ત, 31ની ધરપકડ
નવી દિલ્હીઃ દિવાળીને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ આદેશનો ઉલ્લંઘન કરવા પર પોલીસે કાયદાને નેવે મૂકનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. માત્ર દિવાળીના દિવસે જ દિલ્હી પોલીસે રાજધાનીના વિવિધ વિસ્તારોમાં કુલ 690 કિલો ફટાકડા જપ્તા કર્યા જ્યારે આ મામલામાં 100થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

નોર્થ વેસ્ટ વિસ્તારમાં 140 કિલો ફટાકડા જપ્ત
દિલ્હી પોલીસે રાજધાનીના નૉર્થ વેસ્ટ વિસ્તારમાંથી દિવાળીની રાતે 140 કિલો ફટાકડા જપ્ત કર્યા. આ મામલામાં પોલીસે 57 કેસ દાખલ કર્યા છે. જ્યારે દિલ્હી પોલીસે દ્વારકાથી 200 કિલો ફટાકડા જપ્તા કર્યા અને આ મામલામાં કુલ 42 કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે. જ્યારે સાઉથ ઈસ્ટ દિલ્હીના વિસ્તારમાંથી 278 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે અને 23 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

31 લોકોની ધરપકડ થઈ
આ ઉપરાંત નોર્થ દિલ્હીમાં 72 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા અને 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં નિર્ધારિત સમય-સીમા રાત્રે 8-10 વાગ્યા બાદ પણ કેટલાય વિસ્તારોમાં લોકોએ આતશબાજી કરતા જોવા મળ્યા અને આ સિલસિલો મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.
|
દિલ્હી પોલીસે 122 કેસ દાખલ કર્યા
જણાવી દઈએ કે દિવાળીની રીતે આનંદ વિહાર, આરટીઓ અને જહાંગીરપુરીના વિસ્તારોમાં વાયુની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. મયૂર વિહાર એક્સટેન્શન, લાજપત નગર, આઈપી એક્સટેંશન, દ્વારકા સહિત કેટલાય વિસ્તારોમાં હવાની ગુણવત્તા રાત્રે 8 વાગ્યે જ ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું.












Click it and Unblock the Notifications
