For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાતાઓને જાગૃત કરવા માટે ગંગામાં 500 નાવડીઓ ઉતારી

મતદાન જાગૃકતા માટે મિર્ઝાપુર જિલ્લાધિકારી અનુરાગ પટેલે એક અનોખી પહેલ શરુ કરી છે. મતદાન જાગૃકતા માટે ગંગામાં 500 નાવડીઓ પર દરેક વર્ગના અઢી હજાર લોકો પાસે મતદાન કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

મતદાન જાગૃકતા માટે મિર્ઝાપુર જિલ્લાધિકારી અનુરાગ પટેલે એક અનોખી પહેલ શરુ કરી છે. મતદાન જાગૃકતા માટે ગંગામાં 500 નાવડીઓ પર દરેક વર્ગના અઢી હજાર લોકો પાસે મતદાન કરવાની અપીલ કરી છે. ગંગામાં નાવડીઓને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે. નાવડીઓથી ગંગા નદીનો નજારો ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે. નાવડીઓને સુરક્ષા આધાર પર 10 ઝોન અને 40 સેક્ટરમાં વહેંચવામાં આવી આ પહેલા ડીએમે નવરાત્રીના પહેલા જ દિવસે દરેક બૂથના હિસાબે કળશ યાત્રા કાઢી હતી.

આ પણ વાંચો: તેજસ્વી સૂર્યાએ મતદાન કરી કહ્યુ, દેશના ભલા માટે મતદાન કરો

વિંધ્યાચલથી નીકળેલી યાત્રા નગરમાં પહોંચી

વિંધ્યાચલથી નીકળેલી યાત્રા નગરમાં પહોંચી

મતદાન જાગૃકતા માટે નીકળેલી યાત્રા વિંધ્યાચલના પક્કા ઘાટથી રવાના થઇ. પક્કા ઘાટથી ડીએમ અનુરાગ પટેલ, સીડીઓ પ્રિયંકા નિરંજન, એસપી અમિત કુમારે નાવડીઓને રવાના કરી. વિંધ્યાચલથી નીકળેલી આ યાત્રા અલગ અલગ ઘાટોથી થઈને નગરના નારઘાટ પર પુરીં થઇ. આ દરમિયાન ઘાટો પર લોકો તેને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

જાગૃકતા ગીત-સંગીત ચાલતું રહ્યું

જાગૃકતા ગીત-સંગીત ચાલતું રહ્યું

નાવડી પર દરેક વર્ગના લોકો સવાર હતા સ્કૂલની બાળકીઓ સાથે શિક્ષકો, અધિકારી, ખેલાડીઓ, ગાયક વગેરે હાજર હતા. લોકગીત ગાયક મન્નુ યાદવ, કજરી ગાયિકા અજિતા શ્રીવાસ્તવ, ઉષા ગુપ્તા, શિવલાલ ગુપ્તાએ મતદાન જાગૃકતા માટે ગીત રજુ કર્યું. તેમને ગીતોના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે જાગરૂક કર્યા.

મિર્ઝાપુરથી ઉમેદવાર

મિર્ઝાપુરથી ઉમેદવાર

આપને જણાવી દઈએ કે મિર્ઝાપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીએ રાજેન્દ્ર એસ વિદને મેદાનમાં ઉતાર્યા છે. જયારે ભાજપા અને અપના દળ ગઠબંધને અનુપ્રિયા પટેલને અહીંથી ઉતાર્યા છે. ચૂંટણી પંચે ઉમેદવારોને નોમિનેશન ફાઈલ કરવા માટે 29 એપ્રિલ છેલ્લી તારીખ આપી છે.

English summary
DM goes with 500 boat rides in ganga for encouraging voters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X