For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ્વી સૂર્યાએ મતદાન કરી કહ્યુ, દેશના ભલા માટે મતદાન કરો

કર્ણાટકની બેંગલુરુ દક્ષિણ સીટથી ભાજપના યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 12 રાજ્યોની 95 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. બીજા તબક્કામાં તમિલનાડુની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તરપ્રદેશની 8, અસમ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળની 3-3, જમ્મુ કાશ્મીરની 2 અને મણિપુર અને પુડુચેરીની એક-એક સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ સાથે જ ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન ચાલી રહ્યુ છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે દિગ્ગજોએ મતદાન કરીને પોતાના દિવસની શરૂઆત કરી છે.

‘દેશના ભલા માટે મત આપો’

‘દેશના ભલા માટે મત આપો’

કર્ણાટકની બેંગલુરુ દક્ષિણ સીટથી ભાજપના યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા. સૂર્યાએ મત આપતા પહેલા કહ્યુ કે તે પીએમ મોદીના આભારી છે જેમણે તેમને ચૂંટણી લડવાનો મોકો આપ્યો. તેમણે કહ્યુ કે ભલા માણસની જીત થવી જોઈએ અને દેશની જનતા ફરીથી મોદીને ચૂંટણી જીતાડવા માટે ઉત્સાહિત છે. સૂર્યાએ મોટા અંતરથી પોતાની જીતનો દાવો કર્યો અને દિવંગત ભાજપ નેતા આ સીટથી સાંસદ રહેલા અનંત કુમારને પણ યાદ કર્યા.

28 વર્ષના તેજસ્વી સૂર્યા ભાજપનો યુવા ચહેરો છે

28 વર્ષના તેજસ્વી સૂર્યા ભાજપનો યુવા ચહેરો છે

તમને જણાવી દઈએ કે તેજસ્વી સૂર્યા કે જે હાલમાં કર્ણાટકના દક્ષિણી બેંગલુરુ સીટથી ભાજપના ઉમેદવાર છે, તે હાલમાં મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ચર્ચિત ચહેરો છે. 28 વર્ષના તેજસ્વી સૂર્યાનું નામ જે દિવસે લોકસભા ચૂંટણી માટે ફાઈનલ થયુ છે. તે દિવસથી તેજસ્વી સૂર્યા સમાચારોમાં છવાયેલા છે કારણકે જે સીટથી તે ચૂંટણી રણમાં ઉતરવા જઈ રહ્યા છે તે ભાજપની પરંપરાગત સીટ રહી છે અને તેના પર દિવંગત નેતા અનંતકુમાર 6 વાર સતત સાંસદ રહ્યા છે.

લોકોમાં ઘણા લોકપ્રિય છે તેજસ્વી સૂર્યા

લોકોમાં ઘણા લોકપ્રિય છે તેજસ્વી સૂર્યા

તેમના નિધનથી ખાલી પડેલી આ સીટ પર બધાને આશા હતી કે આ સીટ પર તેમની પત્ની અને સમાજસેવિકા તેજસ્વિની અનંત કુમારને ચૂંટણી લડવાનો મોકો મળશે કારણકે એક તો આ સીટ તેમના પતિની હતી અને બીજુ તે પોતે પણ પાર્ટી અને બેંગલુરુનું જાણીતુ નામ છે અને સૌથી મોટી વાત રાજ્ય ભાજપ તરફથી તેમનુ જ નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યુ હતુ ચૂંટણીના ઉમેદવાર માટે પરંતુ નિર્ણય તેજસ્વી સૂર્યાના નામ પર થયો. જેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે તેજસ્વી સૂર્યા જ આ સીટ માટે પરફેક્ટ ઉમેદવાર છે. તે કુશળ વક્તા છે અને અહીંના લોકોમાં ઘણા લોકપ્રિય છે.

મતગણતરી 23 મેના રોજ થશે

મતગણતરી 23 મેના રોજ થશે

લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે થયેલી ચૂંટણીમાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. મતગણતરી 23મેના રોજ થશે. મતદાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં થનારા મતદાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદારોમાં જાગૃકતા વધારવાના હેતુથી ઘણા પોલિંગ બુથોને સજાવવામાં આવ્યા છે જેથી મતદારો વધુને વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

આ પણ વાંચોઃ Lok sabha elections 2019, 2nd Phase: રજનીકાંત, શિંદે, સીતારમણે આપ્યા મત, જુઓ ફોટાઆ પણ વાંચોઃ Lok sabha elections 2019, 2nd Phase: રજનીકાંત, શિંદે, સીતારમણે આપ્યા મત, જુઓ ફોટા

English summary
Good men should be elected, says BJP's Tejasvi Surya as he casts vote in Bengaluru South
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X