Video: ચિરંજીવીએ મતદાન દરમિયાન તોડી લાઇન, યુવકે કર્યો વિરોધ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

હૈદ્વાબાદ, 30 એપ્રિલ: લોકસભા ચૂંટણી સાતમા તબક્કામાં બુધવારે દેશના નવ રાજ્યોમાં 89 સીટો પર મતદાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ચિરંજીવી આજે મતદાન દરમિયાન લોકતાંત્રિક મર્યાદાઓને તોડી દિધી.

અભિનેતા ચિરંજીવીએ આજે હૈદ્વાબાદમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે લાઇન તોડીને મતદાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચિરંજીવીએ તે સમયે જનતાની ફટકાર સાંભળવી પડી જ્યારે તેમને આવું કરવાનો પ્રયત્ન કરે. લાઇન તોડતાં પહેલાંથી લાઇનમાં ઉભેલા લોકોએ તેમનો અને તેમના પરિવારના લોકોનો વિરોધ કર્યો. ત્યાં હાજર કેટલાક લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી અને તેમને આમ કરતાં અટકાવ્યા. ત્યારબાદ ચિરંજીવીએ લાઇનમાં સતત મતદાન કર્યું.

chiranjeevi

ચિરંજીવી પોતાના પુત્ર અને પત્નીની સાથે હૈદ્વાબાદના ખૈરતાબાદ વિધાનસભાની એક પોલિંગ બૂથ પર વોટ નાખવા આવ્યા. જેમ કે તેમણે લાઇન તોડીને વોટ આપવાનો પ્રયત્ન કર્યો, ત્યાં લાઇનમાં પહેલાંથી ઉભેલા એક મતદાર ભડકી ઉઠ્યો અને વિરોધ કરવા લાગ્યો. આ યુવા મતદારે એમપણ કહ્યું કે શું તમારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઇએ? તમે એક કેન્દ્રિય મંત્રી હોઇ શકો છો, પરંતુ તમે સીનિયર સિટિઝન નથી. તમારે તમારા પરિવાર સાથે આ લાઇન તોડવી ન જોઇએ. ત્યારબાદ ચિરંજીવી લાઇનમાં પરત આવ્યા અને પછી પોતાનો વોટ આપ્યો.

<center></center>

English summary
Union Tourism Minister K Chiranjeevi on Wednesday faced the wrath of a voter as he tried to jump the queue to cast his vote in Hyderabad. The voter even asked him, "Do you need a special treatment?"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X