For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Doctor's Day: દેવદૂત બની તબીબોએ લોકોના જીવ બચાવ્યા- પીએમ મોદી

Doctor's Day: દેવદૂત બની તબીબોએ લોકોના જીવ બચાવ્યા- પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડૉક્ટર્સ ડેના અવસર પર દેશના ડૉક્ટર્સ કોમ્યૂનિટી સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા. ભારતીય ચિકિત્સા સંઘ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દર વર્ષે એક જુલાઈએ દેશભરમાં નેશનલ ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર વિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. તેમની યાદમાં જ આ દિવસ ઉજવવામાં આવે છે.

Doctors Day

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ડૉક્ટર્સને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે કોરોનાના કાળમાં આપણા ડૉક્ટર્સે જેવી રીતે દેશની સેવા કરી છે, તે પોતાનામાં જ એક પ્રેરણા છે, હું 130 કરોડ ભારતીયોના બધા ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે કેટલાય લોકો એવા હશે જેમનું જીવન કોઈ સંકટમાં ફસાયું હશે, કોઈ બીમારી અથવા દુર્ઘટનાનો શિકાર થયા હશે, અથવા તો કેટલીયવાર આપણને એવું લાગવા લાગે છે કે શું આપણે આપણા કોઈ સગાવ્હાલાને ગુામવી દેશું? આજે જ્યારે દેશ કોરોના સામે આટલી મોટી જંગ લડી રહ્યો છે તો ડૉક્ટર્સે દિવસ રાત મહેનત કરી, લાખો લોકોનું જીવન બચાવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે- આ વર્ષ હેલ્થ સેક્ટર બાટે બજેટની ફાળવણી બેગણીથી પણ વધુ એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી પણ વધુ કરાયું છે. હવે આપણે આવા ક્ષેત્રોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે 50 હજાર કરોડ રૂપિયાની એક ક્રેડિટ ગેરન્ટી સ્કિમ લઈને આવ્યા છીએ, જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓની કમી છે. તેમણે કહ્યું કે 2014 સુધી જ્યાં દેશમાં માત્ર 6 એમ્સ હતા, આ 7 વર્ષમાં 15 નવા એમ્સનું કામ શરૂ થયું. મેડિકલ કોલેજોની સંખ્યામ પણ દોઢ ગણી વધી છે. આના પરિણામે જ આટલા ઓછા સમયમાં અંડરગ્રેજ્યુએટ્સ સીટ્સમાં દોઢ ગણાથી વધુનો વધારો થયો છે, પીજી સીટ્સમાં 80 ટકાનો વધારો થયો છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે બીજી તરફ આપણે સારી ચીજ જોઈ છે કે મેડિકલ ફ્રેટર્નિટીના લોકો યોગ વિશે જાગરુકતા ફેલાવવા માટે બહુ આગળ આવ્યા છે. યોગને પ્ર્ચારિત- પ્રસારિત કરવા માટે જે કામ આઝાદી બાદ પાછલી સદીમાં કરવુ જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે.

English summary
Doctor's Day: Doctors became angels and saved people's lives - PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X