For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ એમ્સ સહિત દિલ્હીના 18 હોસ્પિટલમાં હડતાળ, 10 હજારથી વધુ ડૉક્ટર્સ સામેલ થશે

આજે પણ એમ્સ સહિત દિલ્હીના 18 હોસ્પિટલમાં હડતાળ, 10 હજારથી વધુ ડૉક્ટર્સ સામેલ થશે

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત નીલ રત્ન સરકાર મેડિકલ કોલેજમાં ડૉક્ટર્સ સાથે મારપીટના મામલાએ ગરમાવો પકડી લીધો છે. પશ્ચિમ બંગાળથી લઈ દિલ્હી સુધીના ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. રાષટ્રીય રાજધાની દિલ્હીના 14 મોટા હોસ્પિટલો સહિત 18 હોસ્પિટલોએ શનિવારે હડતાળ પર રહેવાનું એલાન કર્યું છે.

ડૉક્ટર્સ હડતાળ પર

ડૉક્ટર્સ હડતાળ પર

આ હડતાળમાં 10 હજારથી વધુ ડૉક્ટર્સ સામેલ થઈ રહ્યા છે. ફેડરેશન ઑફ રેજિડેંટ ડૉક્ટર્સ એસોસિએશનના બેનર હેઠળ આ તમામ હોસ્પિટલના ડૉક્ટરોએ હડતાળની પૂર્વ લેખિત સૂચના પોતાના મેડિકલ સુપરિટેન્ડેન્ટને આપી દીધી છે. આ ડૉક્ટર્સ હડતાળ પર ઉતરતાં લોકોએ ભારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ડૉક્ટર્સની હડતાળને કારણે ભારતના કેટલાય ભાગમાં સ્વાસ્થ્ય સેવાઓ બંધ થઈ ગઈ છે.

દિલ્હીના આ હોસ્પિટલમાં હડતાળ

દિલ્હીના આ હોસ્પિટલમાં હડતાળ

શનિવારે દિલ્હીના જે હોસ્પિટલના ડૉક્ટર્સ હડતાળમાં સામેલ રહેશે તેમાં એમ્સ, સફદરજંગ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, હિંદૂરાવ હોસ્પિટલ, બીએમએચ દિલ્હી, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, સંજય ગાંધી સાઈંસેઝ, શ્રી દાદા દેવ માતૃ અને શિશુ ચિકિત્સાલય, નોર્ધન રેલવે સેન્ટ્રલ હોસ્પિટલ, ઈએસઆઈસી હોસ્પિટલ, ચાચા નેહરુ બાલ ચિકિત્સાલય, ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ અને ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલ સામેલ છે.

જમ્મુ અને કાશ્મીરમાં 2 કલાકની હડતાળ

જમ્મુ અને કાશ્મીરમાં 2 કલાકની હડતાળ

આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર ડૉક્ટર્સ કોઓર્ડિનેશન કમિટીએ પણ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. જમ્મુ અને કાશ્મીર ડૉક્ટર્સ કોઓર્ડિનેશન કમિટી મુજબ કાશ્મીર અને લેહ રીઝનના તમામ હોસ્પિટલમાં 15 જૂને સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બે કલાકની સાંકેતિક હડતાળ રહેશે.

ડૉક્ટર્સે મમતા સાથે વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

ડૉક્ટર્સે મમતા સાથે વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

ડૉક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાતચીત કરવાના આમંત્રણને ઠુકરાવી દીધું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 100થી વધુ ડોક્ટર્સ રાજીનામું પણ આપી ચૂક્યા છે. હાલ ડોક્ટર્સની હડતાળ પૂરી થતી નથી દેખાઈ રહી. જણાવી દઈએ કે 10 જૂને નીલ રત્ન સકાર મેડિકલ કોલેજમાં ઈલાજ દરમિયાન એક 75 વર્ષીય દર્દીનું મૃ્યુ થયું હતું. જેનાથી ગુસ્સાયેલા પરિજનોએ હોસ્પિટલમાં પહોંચી ડૉક્ટર્સને ગાળો આપી હતી. જે બાદ ડૉક્ટર્સે માફી માંગવા કહ્યુ. તેમણે કહ્યું કે મૃતકના પરિજનો જ્યાં સુધી માફી નથી માંગતા ત્યાં સુધી અમે પ્રમાણપત્ર નહિ આપીએ.

ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ

English summary
doctors of 18 hospitals of delhi including AIIMS are on strike today also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X