For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની હડતાલ, સીએમ સાથે મુલાકાત થઇ શકે છે

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો અને સરકાર વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એક તરફ પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ જુનિયર ડોક્ટરો સાથે મુલાકાતની વાત કહી છે

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો અને સરકાર વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એક તરફ પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ જુનિયર ડોક્ટરો સાથે મુલાકાતની વાત કહી છે જયારે બીજી બાજુ પ્રદર્શનકારી ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ મુલાકાત કરવા માટે તૈયાર છે, પરંતુ મુલાકાત ક્યાં થશે તેના વિશે તેઓ પછી જણાવશે. બધા જ ડોક્ટરો હોસ્પિટલમાં કામ દરમિયાન સુરક્ષાની માંગ કરી રહ્યા છે. જે રીતે હોસ્પિટલમાં દર્દીના પરિજનોએ ડોક્ટરો સાથે મારપીટ કરી, ત્યારપછી મોટી સંખ્યામાં ડોક્ટરો પ્રદર્શન કરી રહ્યા છે.

વિવાદ પૂરો નથી થઇ રહ્યો

વિવાદ પૂરો નથી થઇ રહ્યો

શનિવારે રાજ્ય સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આખો વિવાદ પૂરો કરવા માંગે છે. સરકાર ઘ્વારા આશ્વાશન આપવામાં આવ્યું હતું કે ડોક્ટરો ઘ્વારા જે વ્યવહારિક માંગ રાખવામાં આવી છે તેને પુરી કરવામાં આવશે. પરંતુ પ્રદર્શનકારી ડોક્ટરોએ શનિવારે મમતા બેનર્જી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે સચિવાલયમાં બંધ દરવાજા વચ્ચે તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત નહીં કરે. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી એનઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આવે અને અહીં તેઓ બધી મુસીબતોનુ સમાધાન કરે.

મુલાકાતની જગ્યાનો નિર્ણય પછી

મુલાકાતની જગ્યાનો નિર્ણય પછી

આપને જણાવી દઈએ કે શનિવારે ડૉક્ટરીની એક ટીમ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હંમેશા વાતચીત માટે તૈયાર છે. જો મુખ્યમંત્રી વાત કરવા માટે એક પગલું ભરશે તો અમે 10 પગલાં ભરવા માટે તૈયાર છે. અમે આ વિવાદ પૂરો કરવા માંગીયે છે.

ડોક્ટરો જલ્દી કામ પર પાછા ફરવા માંગે છે

ડોક્ટરો જલ્દી કામ પર પાછા ફરવા માંગે છે

ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ જલ્દી કામ પર પાછા ફરવા માંગે છે પરંતુ મુખ્યમંત્રી ઘ્વારા કોઈ સાર્થક પ્રત્યન નથી કરવામાં આવી રહ્યા. તેમને સમસ્યાના સમાધાન માટે કોઈ પગલાં નથી ભર્યા. આ પહેલા મમતા બેનર્જીએ પ્રદર્શનકારી ડોક્ટરોને અપીલ કરી હતી કે તેઓ પોતાનું કામ શરુ કરે અને ડ્યુટી પર પાછા આવે. સરકારે તેમની બધી જ માંગ માની લીધી છે.

English summary
Doctors strike in West Bengal, CM may be meet them soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X