For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઈક રાઈડિંગ વખતે ડોગીએ પણ હેલમેટ પહેર્યો, જાણો તેની પાછળનું કારણ

બાઈક રાઈડિંગ વખતે ડોગીએ પણ હેલમેટ પહેર્યો, જાણો તેની પાછળનું કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક ડૉગીની તસવીર ભારે વાયરલ થઈ રહી છે. આ તસવીરની ખાસ વાત એ છે કે તેમાં જોવા મળી રહેલ ડૉગી પોતાના માલિક સાથે બાઈક પર ક્યાંક જઈ રહ્યો છે. એટલું જ નહિ ખાસ વાત એ છે કે બાઈક પર બેઠેલ આ ડૉગીએ પણ હેલમેટ પહેરી રાખ્યો છે. આ તસવીર દિલ્હીની જણાવવામાં આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ તસવીર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ શું તમને ખબર છે કે આખરે આ તસવીરે આટલી ચર્ચા કેમ હાંસલ કરી છે. કારણ બહુ ખાસ છે.

દિલ્હીની છે તસવીર

દિલ્હીની છે તસવીર

જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં સંશોધિત મોટર વ્હીકલ અધિનિયમ દેશના મોટા ભાગના હિસ્સામાં લાગૂ થી ગયો. નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ ટ્રાન્સપોર્ટેશનના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોનું તગડું ચલાન કાપવાાં આવી રહ્યું છે અને વાહન ચાલકો પાસેથી તગડો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે સરકારના ફેસલાને લઈ કેટલાય લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને યોગ્ય ગણાવી રહ્યા છે. ખાસ રીતે સોશિયલ મીડિયા પર આને લઈ યૂઝર્સના મંતવ્યો અલગ અલગ છે. આ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જાણો કેમ વાયરલ થઈ રહી છે તસવીર

આ દરમિયાન બાઈક પર જઈ રહેલ ડૉગીના હેલમેટ લગાવેલ તસવીર વાયરલ થવાની પણ યૂઝર્સે નવો મોટર વ્હીકલ એક્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તસવીરમાં જોવા મળી રહેલ શખ્સ ટૂ વ્હીલર ચલાવી રહ્યો છે. તેણે હેલમેટ પણ પહેરી રાખ્યો છે, તેની પાછળ વાળીની સીટ પર એક ડૉગી બેઠેલ છે, તેણે પણ હેલમેટ લગાવી રાખ્યો છે. બંનેના માથા પર હેલમેટ બાદ આ તસવીર વાયરલ થઈ ગઈ છે. યૂઝર્સ પોતપોતાની રીતે આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ડૉગીના હેલમેટ સાથે તસવીર જણાવે છે કે હવે લોકો નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેટલા ગંભીર છે.

ટ્રાફિક નિયમો સાથે શું કનેક્શન છે

એક યૂઝરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ તસવીર શેર કરતા લખ્યું કે અત્યાર સુધીની મારી સૌથી પસંદીત ડૉગીની તસવીર. દિલ્હીની આ તસવીર બહુ ખાસ છે. જેમાં જોવા મળી રહેલ ડૉગી સારું દેખાઈ રહ્યું છે. સાથે જ તેણે દિલ્હી પોલીસને નવા ટ્રાફિક નિયમોના કેમ્પેન માટે આ ડૉગીનો ઉપયોગ કરવા અપીલ પણ કરી છે.

ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, થોડા જ દિવસમાં 10 લોકોની મૌતગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, થોડા જ દિવસમાં 10 લોકોની મૌત

English summary
doggy also wear helmet during riding, pic went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X