For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂણેની હાઉસમેડનુ વિઝિટિંગ કાર્ડ વાયરલ, કામ માટે દેશભરમાંથી મળી રહી છે ઑફર

વિઝિટીંગ કાર્ડની મદદથી કામ કરવાની ઈચ્છા રાખનાર આ મહિલા નવી ઈન્ટરનેટ સનસની બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

વિઝિટીંગ કાર્ડની મદદથી કામ કરવાની ઈચ્છા રાખનાર આ મહિલા નવી ઈન્ટરનેટ સનસની બની ગઈ છે. આ મહિલાનુ નામ ગીતા કાલે છે. ગીતા કાલે ઘરોમાં મેડનુ કામ કરે છે. પૂણેના બાવધન વિસ્તારમાં ઘરેલુ કામ કરતી ગીતા કાલેની હાલમાં જ નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટ્યા બાદ ગીતા દુઃખી અને ઉદાસ હતી. ગીતાએ એક કામ આપનારી મહિલા સાથે વાત કરી અને તેની નાનકડી મદદથી ગીતા હવે આખા દેશમાં ચર્ચિત બની ચૂકી છે.

પૂણેની હાઉસમેડનું વિઝિટીંગ કાર્ડ થયુ વાયરલ

પૂણેની હાઉસમેડનું વિઝિટીંગ કાર્ડ થયુ વાયરલ

ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર ગીતાનુ આ કાર્ડ ધનશ્રી શિંદેએ બનાવ્યુ છે. ગીતા તેમના ત્યાં કામ કરતી હતી. ગીતાનુ જે વિઝિટિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યુ છે તેમાં લખ્યુ છે - ઘરકામ મૌસી બાવધન. આ કાર્ડમાં તેના દરેક કામનો ઉલ્લેખ હતો અને તેનો રેટ પણ લખેલો હતો. આ વિઝિટિંગ કાર્ડ આધારકાર્ડથી પણ વેરિફાઈડ હતુ. ધનશ્રી શિંદેએ આ કાર્ડ ત્યારે બનાવ્યુ હતુ જ્યારે તેને ખબર પડી કે ગીતાનુ કામ છૂટી ગયુ છે અને તે બહુ નિરાશ છે.

શિંદેએ ગીતાના 100 વિઝિટિંગ કાર્ડ બનાવી દીધા

24 કલાકની અંદર જ શિંદેએ ગીતાના 100 વિઝિટિંગ કાર્ડ બનાવી દીધી. આ કાર્ડમાં ગીતાનુ દરેક કામ અને તેમનો રેટ પણ લખેલો હતો. ત્યારબાદ શિંદેએ આ બધા કાર્ડ ગીતાને આપી દીધા અને પડોશમાં વહેંચવા માટે કહ્યુ. શિંદેની આ નાનકડી કોશિશ અપેક્ષાથી વધુ કામ કરી ગઈ અને હવે આખો દેશ ગીતાને કામ આપવા ઈચ્છે છે. ગીતાના વિઝિટિંગ કાર્ડનો ફોટો સોશઇયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ત્યારબાદ સતત તેમનો ફોન રણકી રહ્યો છે અને લોકો તેમને કામ આપવા ઈચ્છે છે.

ધનશ્રીના ફોન રણકવા નથી થતા બંધ

ધનશ્રીના ફોન રણકવા નથી થતા બંધ

ધનશ્રીએ ગીતાની મદદ માટે એક નાનુ પગલુ ઉઠાવ્યુ હતુ પરંતુ તેને ખબર નહોતી કે તે સોશિયલ મીડિયા પર સનસની બની જશે. પોસ્ટ મુજબ મૌસીનો ફોન સતત વાગી રહ્યો છે અને નોકરીના પ્રસ્તાવ આખા દેશમાં આવી રહ્યા છે. ગીતા કાલેએ પોતાનો ફોન શિંદેને આપ્યો છે જેથી તે સતત આવી રહેલા ફોન કૉલ્સ મેનેજ કરી શકે. ગીતા કાલેનુ કાર્ડ વાયરલ થયા બાદ તેમની સાથે વાત કરવાની પણ કોશિશ કરી પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરોઆ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો

English summary
domestic helper named Geeta Kale's visiting card has gone viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X