એક બાદ એક ચૂંટણી હારી રહેલ કોંગ્રેસને મળી રહેલ ડોનેશનમાં પાંચ ગણો વધારો!
એક બાદ એક ચૂંટણી હારી રહેલ કોંગ્રેસને મળી રહેલ ડોનેશનમાં પાંચ ગણો વધારો!
નવી દિલ્હીઃ કોંગ્રેસ ભલે સતત ચૂંટણી હારી રહી હોય, પરંતુ પાછલા નાણાકીય વર્ષમાં તેને મળેલ ડોનેશનમાં 5 ગણો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને ચૂંટણી બોન્ડથી એક રૂપિયાની પણ આવક નથી થઈ અને તેમણે બધા રૂપિયા ચૂંટણી ટ્રસ્ટ, કંપનીઓ અને અંગત વ્યક્તિઓ દ્વારા એકઠા કર્યા છે. કોંગ્રેસને ફંડ આપનારમાં ખુદ પાર્ટી અધ્યક્ષ સોનિા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. કોંગ્રેસ પાર્ટીએ 2018-19માં મળેલ ફંડનો હિસાબ ગત 30 ઓગસ્ટે જ ચૂંટણી પંચને સોંપવામાં આવ્યું છે, જેમાં તેના ડોનેશનમાં ભારે વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઠીક એક વર્ષ પહેલાના નાણાકીય વર્ષમાં કોંગ્રેસના ડોનેશનના રૂપમાં માત્ર 26 કરોડ રૂપિયા જ એકઠા થયા હતા. આવો જાણીએ કે કોંગ્રેસના ખાતમાં ડોનેશન તરીકે 146 કરોડ રૂપિયા ક્યાં-ક્યાંથી આવ્યા છે અને કઈ પાર્ટીઓએ દિલ ખોલીને દાન કર્યુ્ં છે.

ચૂંટણી ટ્ર્સ્ટ પાસેથી સૌથી વધુ ડોનેશન આવ્યું
પાછલા નાણાકીય વર્ષમાં કોંગ્રેસના ખાતામાં જે 146 કરોડ રૂપિયા ડોનેશનની રાશિ આવી છે, તેમાં સૌથી વધુ એટલે કે 98 કરોડ રૂપિયા ચૂંટણી ટ્રસ્ટથી મળ્યા છે. આ ટ્ર્સ્ટોમાં સૌથી વધુ 55 કરોડ રૂપિયાની રકમ પ્રોગ્રેસિવ ઈલેક્ટ્રોલ ટ્ર્સ્ટે આપ્યા છે. જે બાદ પ્રૂડેંડ ઈલેક્ટ્રોલ ટ્ર્સ્ટનો નંબર છે, જેમણે 39 કરોડ રૂપિયા પાર્ટીને આપ્યા છે. આ ઉપરાંત આદિત્ય બિરલા જનરલ ટ્ર્સ્ટ અને સમાજે પણ 2-2 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પ્રૂડેંટે પાછલા નાણાકીય વર્ષમાં કોંગ્રેસને 10 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. પ્રૂડેંટે પાછલાથી પાછલા નાણાકીય વર્ષમાં કોંગ્રેસને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જ્યારે ભાજપને તેમણે ત્યારે 144 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

કેટલાક કોર્પોરેટ હાઉસે પણ મદદ કરી
આમ તો મોટા કોર્પોરેટ હાઉસ હજુ પણ કોંગ્રેસને મળેલ દાનના લિસ્ટમાંથી ગાયબ છે, પરંતુ કેટલાકે હજુ પણ દાવ લગાવવો છોડ્યો નથી. જેમાં મધ્ય પ્રદેશની ગ્વાલિયર એલકોબ્ર્યૂએ 7 કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત ગાયત્રી કંસ્ટ્રક્શન્સ અને શોભા ડેવલપર્સે પણ પહેલાની જેમ જ પાર્ટીને દાન આપવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે.

કેટલાક લોકોએ દાનમાં તગડી રકમ આપી
કોંગ્રેસ પાર્ટીને મળેલ ડોનેશનની યાદીમાં ભારતને મોટા કોર્પોરેટ હાઉસનું નામ ભલે દેખાતું નથી, પરંતુ કેટલાક લોકોએ ખાનગી રીતે પાર્ટીને દિલ ખોલી દાન આપ્યું છે જેમાં સૌથી પહેલું નામ બેગ્લોર નિવાસી ફૉજિયા ખાનનું છે, જેમણે પાર્ટી ફંડમાં 4.4 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. બીજા સ્થાન પર ફૉજિયોના સરનામેથી જ કોંગ્રેસના એચએ ઈકબાલ હુસૈનને 3 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. જેની કતારમાં ત્રીજું નામ માર્ટિન પિંટો નામના શખ્સનું છે, જેમણે પાર્ટીને 1 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે મણિપાલ ગ્રુપના ટીવી મોહનદાસ પાઈએ 35 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

સોનિયા-રાહુલે પણ પાર્ટીને ભંડોળ આપ્યું
ખાસ વાત એ છે કે કોંગ્રેસને દાન આપનાર લોકોની યાદીમાં પાર્ટીના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીનું પણ નામ છે. બંનેએ 54-54 હજાર રૂપિયા તરીકે ડોનેશનની પાર્ટી ખાતામાં નાખ્યા છે પરંતુ, પાર્ટીના નેતાઓમાં કપિલ સિબ્બલનું નામ તેમનાથી આગળ છે, કેમ કે તેમણે 2 લાખ રૂપિયા પાર્ટીને આપ્યા છે. જે બાદ પવન બંસલ, મનીષ તિવારી, નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્નીનું નામ પણ છે. આ બધાએ પાર્ટીને 35-35 હજાર રૂપિયાનું ડોનેશન આપ્યું છે.

ભાજપે હજુ હિસાબ નથી આપ્યો
ભાજપે 2018-19ના ડોનેશનનો હિસાબ હજુ સુધી આપ્યો નથી, પરંતુ 2017-18ના આંકડા જણાવે છે કે સત્તાધારી પાર્ટી અને વિપક્ષની વચ્ચે દાનની રાશિમાં વધુ તફાવત રહ્યો છે. ત્યારે પાર્ટીએ દાનથી 1027 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને 758 કરોડ રૂપિયા ખર્ચનો હિસાબ દેખાડ્યો હતો. ત્યારે પાર્ટીને પ્રૂડેંટ ઈલેક્ટ્રોલ ટ્ર્સ્ટે 140 કરોડૂ રપિયાનું દાન આપ્યું હતું અને ઈલેક્ટ્રોલ બૉન્ડ્સથી મળેલ 945થી વધુ ડોનેશન પણ પાર્ટીના ખાતામાં ગયા હતા. આ સમય કોંગ્રેસ સિવાય બીએસપી જ એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેમણે પોતાના ડોનેશનનો હિસાબ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો છે, જેમાં પાર્ટીએ જણાવ્યું કે તેને 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
