For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, ગાડીની EMI ભરવા બન્યો ડુંગળી ચોર, 9 લાખની ડુંગળી ચોરી

લો બોલો, ગાડીની EMI ભરવા બન્યો ડુંગળી ચોર, 9 લાખની ડુંગળી ચોરી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ ડુંગળીની કિંમતોને લઈ દેશભરમાં હાહાકાર મચ્યો છે. મોટાભાગના શહેરોમાં ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુનિ કિંમતે મળી રહી છે. મહારાષ્ટ્રના સોલાપુર બજારમાં ડુંગળીની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે. આ દરમિયાન ડુંગળી ચોરીના પણ ચોંકાવનારા મામલા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બેંગ્લોરથી સામે આવ્યો છે, જ્યાં ઈએમઆઈ ચૂકવવા માટે એક ટ્રક ડ્રાઈવર અને ક્લિનરે 9 લાખ રૂપિયાની ડુંગળી ચોરી. એટલું જ નહિ તેમણે ટ્રકને ખીણમાં કુદાવી ઘટનાની જૂઠી કહાની પણ રચી કાઢી. જો કે બાદમાં તેઓ પકડાઈ ગયા અને તેમણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો. ટ્રક ડ્રાઈવરે કહ્યું હતું કે એક્સિડન્ટ થયા બાદ અડધાથી વધુ ડુંગળી ચોરાઈ ગઈ, જો કે તારેકેરે પોલીસની મહિલા સબ ઈન્સપેક્ટરને દાળમાં કાળું હોવાની ભનક લાગતાં તેમણે ટ્રક ડ્રાઈવરની જ તપાસ શરૂ કરી.

81 કોથળા ચોરી લીધા

81 કોથળા ચોરી લીધા

જે બાદ મહિલા સબ ઈન્સપેક્ટરે અન્ય પોલીસકર્મીઓના સહયોગથી ડ્રાઈવર અને તેના ક્લિનરની કડકાઈથી પૂછપરછ કરી. દરમિયાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો. ડ્રાઈવરે જણાવ્યું કે તેણે હિરિયૂરમાં ડુંગળીના 81 કોથળા ઉતાર્યા અને તેને શહેરના એક જારમાં લઈ જવા માટે બીજું વાહનમાં રખાવી દીધા.

મુખ્ય સંદિગ્ધ હજી ફરાર

મુખ્ય સંદિગ્ધ હજી ફરાર

ડ્રાઈવર સંતોષ કુમાર અને ચેતને માન્યું કે તેમણે જાણીજોઈ ટ્રકને ખાડીમાં કૂદાવી દીધી હતી. ડંગળીના કારોબારી શેખ અને તેના બે દીકરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ટ્રકના માલિક ચેતન જે મુખ્ય સંદિગ્ધ છે, હજુ પણ તે ફરાર છે. પોલીસને શંકા છે કે ટ્રકની બાકી લોન ચૂકવવા માટે તેણે ઘટનાના રૂપમાં આ તરકટ રચ્યું.

ટ્રક માલિકનો આ પ્લાન હતો

ટ્રક માલિકનો આ પ્લાન હતો

એક તપાસ અધિકારીએ કહ્યું કે, મુખ્ય આરોપીએ પોતાના ડ્રાઈવરો અને અલીને મદદ કરી શકે તે માટે આ પ્લાન બનાવ્યો હતો. તેણે બાદમાં ટ્રકના રિપેરિંગ માટે ઈન્સ્યોરન્સ ક્લેમ કરી દેવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જો કે એક ખેડૂત આનંદ કુમારની ફરિયાદ પર આ બધા સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આ ટ્રક ડ્રાઈવરને ફોન કર્યો જેના પર ગેરકાયદેસર રીતે ડુંગગળીના કોથળા લાદ્યા હતા. જે બા ખેડૂત આનંદ કુમારને ડુંગળી પરત કરી દેવામાં આવી.

Delhi Fire: ફાયરમેન રાજેશ શુક્લા છે અસલી હીરો, એકલાએ જ બચાવ્યા 11 જીવDelhi Fire: ફાયરમેન રાજેશ શુક્લા છે અસલી હીરો, એકલાએ જ બચાવ્યા 11 જીવ

English summary
driver stolen onion worth 9 lakh to pay truck emi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X