Video: ચાલતી બસમાં છોકરીઓ બદલતી રહી ગિયર, હસતો રહ્યો ડ્રાઈવર
સોશિયલ મીડિયા પર હાલમાં બસ ચલાવતા એક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવર પર મુસાફરોની સુરક્ષાની જવાબદારીની અનદેખી કરવા અને તેમના જીવને જોખમમાં નાખવાનો આરોપ લાગ્યો છે. હવે આ ડ્રાઈવરનુ લાયસન્સ પણ રદ કરવામાં આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે વીડિયો એ વખતનો છે જ્યારે કોલજના છાત્રો ગોવાની ટ્રિપ પર જઈ રહ્યા હતા.

લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ આ ડ્રાઈલર જ્યારે બસ ચલાવી રહ્યો હતો ત્યારે અમુક છોકરીઓ ગિયર બદલવા લાગી. પરંતુ છોકરીઓને આમ કરવાની ના પાડવાના બદલે ડ્રાઈવર હસવા લાગ્યો. તે છોકરીઓને ગિયર બદલવાની મંજૂરી આપતો દેખાઈ રહ્યો છે. જેનાથી બસમાં સવાર અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા.

વીડિયો ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો
આ ઘટનાનો વીડિયો વાયનાડ ન્યૂઝ નામના એક ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારથી જ વાયરલ થઈ રહ્યો છે. લગભગ 30 સેકન્ડના આ વીડિયોમાં ડ્રાઈવર સાથે બસમાં અમુક છોકરીઓ પણ બેઠેલી દેખાઈ રહી છે. આ છોકરીઓ ડ્રાઈવરના નિર્દેશ પર વારંવાર ગિયર બદલી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ આરટીઓ(રીજનલ ટ્રાન્પોર્ટ ઑફિસ)ના ડ્રાઈવર સામે કાર્યવાહી કરીને 6 મહિના માટે તેનુ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધુ છે.
આ પણ વાંચોઃ Video: ઓવૈસીનો પીએમ મોદી પર વાર, તમને બાંગ્લાદેશથી આટલો પ્રેમ કેમ છે?

વાયનાડનો રહેવાસી છે ડ્રાઈવર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બસ ડ્રાઈવરનુ નામ એસ શાજી જણાવવામાં આવી રહ્યુ છે. શાજી વાયનાડનો રહેવાસી છે. ઘટનાની માહિતી મળતા જ તેણે આરટીઓ બીજુ જેમ્સે કલપેટ્ટામાં બોલાવ્યો હતો. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ તેનુ લાયસન્સરદ કરી દેવામાં આવ્યુ.
કોઈ મોટી દૂર્ઘટના થઈ શકતી હતી
આની પાછળનુ કારણ જણાવતા કહેવામાં આવ્યુ છે કે ડ્રાઈવરના આમ કરવાથી કોઈ મોટી દૂર્ઘટના બની શકતી હતી. વીડિયો અત્યાર સુધી 100,276 વાર જોવામાં આવી ચૂક્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.