For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ કેસ : બોક્સર રામ સિંહ પંજાબ પોલીસમાંથી બરતરફ

|
Google Oneindia Gujarati News

vijendar-singh-ram-singh
ચંદીગઢ, 29 માર્ચ : તાજેતરમાં રાજ્યમાં બહાર આવેલા ડ્રગ્સની હેરાફેરીના એક કેસમાં પંજાબ પોલીસે બે અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કર્યા છે. તેમાંથી એક આંતરરાષ્ટ્રીય બોક્સર રામ સિંગ પણ છે. જ્યારે બરતરફ કરવામાં આવેલી બીજી વ્યક્તિમાં સબ ઇન્સ્પેક્ટર સરબજિત સિંગ છે.

પંજાબ પોલીસ ફોર્સમાં રામ સિંગ હેડ કોન્સ્ટેબલ હતો. તે ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંગ પછીના ક્રમે આવે છે. બોક્સર વિજેન્દર સિંગનું નામ પણ આ બહુચર્ચિત અને વણઉકેલાયેલા ડ્રગ કેસમાં ઉછળ્યું છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે જીરખપુરના એક ઘરમાંથી 26 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં વિજેન્દરનું નામ તે સમયે જોડાયું જ્યારે જીરખપુરમાંથી મળી આવેલ હેરોઇનવાળા ફ્લેટની બહારથી એક ગાડી મળી આવી, જે બોક્સર વિજેન્દર સિંહની પત્ની અર્ચનાની હતી.

બીજી તરફ પકડાયેલા બે ડ્રગ્સ તસ્કરોએ સ્વિકાર્યું છે કે આ હેરોઇન વિજેન્દર સિંહ અને રામ સિંહ નામના બોક્સરને સપ્લાઇ કરતા હતા. પોલીસે તે તસ્કરોની ધરપકડ કરે લીધી છે અને તેમની પુછપરપછ કરી રહી છે. બંને ડ્રગ્સ તસ્કરોને ફતેગઢ પોલીસે ગુરૂવારે ઝડપી પાડ્યાં હતા. ત્યારબાદ ફતેગઢ પોલીસે તેમના જીરખપુરના ઘરેથી 130 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપી પાડ્યું હતું. આ તસ્કરોમાંથી એક ભારતીય મૂળનો કેનેડાઇ નાગરિક છે.

બોક્સર રામ સિંહે દાવો કર્યો હતો કે બંનેએ કેટલીક વખતે થોડી માત્રામાં નશીલા પદાર્થનું સેવન કર્યું હતું જે એનઆરઆઇ અનૂપ સિંહ કહલોએ આપ્યું હતું.

English summary
Drugs case: Boxer Ram Singh dismissed from Punjab Police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X