For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોદકામ દરમિયાન જમીનમાં દાટેલો ખજાનો મળ્યો, રાતોરાત અમીર થઈ ગયા આ મજૂર

ખોદકામ દરમિયાન જમીનમાં દાટેલો ખજાનો મળ્યો, રાતોરાત અમીર થઈ ગયા આ મજૂર

|
Google Oneindia Gujarati News

પન્નાઃ કહેવાય છેને કે 'ઉપર વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડ કે'. મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલા જરૂઆપુર ઉથલી ખાણમાં કામ કરતા મજૂરોની કિસ્મત પણ રાતોરાત ચમકી ગઈ. ખોદકામ દરમિયાન આ મજૂરોને ખાણમાંથી કિંમતી 3 હીરા મળ્યા છે. આ હીરાના અલગ અલગ વજન 4.45, 2.16, 0.93 કેરેટ છે. જેનું કુલ વજન 7.59 કેરેટ જણાવવામાં આવી રહ્યું છે. આ જેમ ક્વોલિટીના હીરા છે. આ ત્રણેય હીરાની કિંમત 30થી 35 લાખ રૂપિયા આંકવામા આવી રહી છે. હાલ ત્રણેય હીરાને પન્ના હીરા કાર્યાલયમાં જમા કરાવવામાં આવ્યા છે. હરાજી બાદ રકમ મજૂરોમાં વહેંચી દેવામાં આવશે.

રાતોરાત અમીર બની ગયા મજૂરો

રાતોરાત અમીર બની ગયા મજૂરો

મામલો પન્નાના ગ્રામ જરૂઆપુરમાં ઉથલી હીરા ખાણનો છે. ગ્રામ જરૂઆપુર નિવાસી મજૂર સવલ સરદારને હીરા કાર્યાલયથી ખાનગી ક્ષેત્ર ગ્રામ જરુઆપુરમાં હીરા ઉત્ખનન માટે 8 ગણો મોટો 8 મીટરનો પટ્ટો આપવામાં આવ્યો હતો. ખાણમાં ખોદકામ દરમિયાન મદૂરોને આ હીરા મળ્યા. સવલ સદાર સાથે કામ કરી રહેલા છ મજૂરોની કિસ્મત ચમકી ગઈ.

હરાજી બાદ મજૂરોને રૂપિયા આપવામાં આવશે

હરાજી બાદ મજૂરોને રૂપિયા આપવામાં આવશે

જણાવી દઈએ કે આ તમામ હીરાને પન્નાના ડાયમંડ કાર્યાલયમાં જમા કરાવવામાં આવ્યો છે. અહીં હીરોની હરાજી બાદ તેમની રોયલ્ટી કાપી બાકી બચેલા રૂપિયા જમાકર્તાઓને આપી દેવામાં આવશે. જિલ્લા હીરા અધિકારી આરકે પાંડેએ મજૂરોને હિરા મળવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે સવલ સરદારને 3 હીરા મળ્યા છે. જેનું કુલ વજન 7.52 કેરેટ છે. કાર્યાલયમાં હીરા જમા કરાવવામાં આવ્યા છે. જેની હરાજી કરી લેવામાં આવશે, હરાજીમાં જે રકમ મળશે, તે મજૂરોને આપી દેવામાં આવશે.

બે મહિનાની આકરી મહેનત બાદ મળ્યા ત્રણ હીરા

બે મહિનાની આકરી મહેનત બાદ મળ્યા ત્રણ હીરા

મજૂર સવલ સરદારે જણાવ્યું કે 2 મહિનાની આકરી મહેનત બાદ આ ત્રણ હીરા મળ્યા છે. મજૂરે જણાવ્યું કે હીરાઓને કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ખાણમાં તેની સાથે અન્ય 5 સાથી પણ પાર્ટનર છે, હીરા હરાજીમાં જે રકમ મળશે તેને બરાબર રકમમાં વહેંચી લેશે. જે બાદ કોઈ સારોએવો ધંધો કરશે.

ઉજ્જૈનમાં સોના-ચાંદીના સિક્કાથી ભરેલું માટલું મળ્યું હતું

ઉજ્જૈનમાં સોના-ચાંદીના સિક્કાથી ભરેલું માટલું મળ્યું હતું

ગત દિવસોમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં જમીનની નીચે ખજાનો મળવાની એક ઘટના સામે આવી હતી. મહિદપુર વિસ્તારમાં એક જૂના ઘરની ખોદકામ દરમિયાન મજૂરોને કીમતી પ્રાચીન ઘરેણા અને સોના ચાંદીના સિક્કાથી ભરેલા બે ઘડા મળ્યા હતા. જણાવવામાં આવ્યું કે આ સિક્કા અને ઘરેણા 100 વર્ષ જૂના છે. મહિદપુરના પોલીસ ઈન્સપેક્ટર વિનોદ શર્માએ મામલાની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઘાટી મોહલ્લા વિસ્તારમાં રહેતા વિજેન્દ્ર દુબે નામના શખ્સ પોતાના જૂના ઘરને તોડી નવું મકાન બનાવી રહ્યા હતા. આ દરમિયાન બુધવારે સવારે જ્યારે મજૂરો ઘરની ખોદકામ કરી રહ્યા હતા તો અચાનક તેમને જમીનમાંદાંટેલો ખજાનો મળ્યો. ઘરના માલિકે ખજાનો જોઈ તેને છૂપાવવાની કોશિશ કરી, પરંતુ આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા.

Gorld Rate: 55000થી સીધું 65000 રૂપિયાએ પહોંચી શકે છે સોનુંGorld Rate: 55000થી સીધું 65000 રૂપિયાએ પહોંચી શકે છે સોનું

English summary
During the excavation, a treasure was found buried in the ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X