For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50મા CJI બનશે ડીવાય ચંદ્રચૂડ, CJI યૂયૂ લલિતે કરી ભલામણ

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ ભલિતનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે. તેમને 8 નવેમ્બરના રોજ રિટાયર્ડ થવા જઇ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ ભલિતનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે. તેમને 8 નવેમ્બરના રોજ રિટાયર્ડ થવા જઇ રહ્યા છે. રિટાર્ડ થયા પહેલા તેમણે પોતાના અનુગામિના રૂપમાં ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડ હવે 50 CJI બનશે. ચીફ જસ્ટિસ પોતાના અનુગામિના નામની ભલામણનો પત્ર સોંપવા માટે તમામ ન્યાયાધિશોને જજ લાઉન્જમાં એકઠા થવા માટે સુચન કર્યું છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી

આ દરમિયાન CJI યૂયૂ લલિત દ્વારા પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામાણ એક પત્ર સોંપવામાં આવ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નામ આપવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત આ વર્ષે 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે કેન્દ્ર સરકાર દ્વારા તેમને 8 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા બાદ તેમના અનુગામીનું નામ આપવા કહ્યું હતું.

તેમણે ઓગસ્ટમાં CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે તેઓ જસ્ટિસ એનવી રમનાની નિવૃતી બાદ તેમના સ્થાને આવ્યા હતા. જસ્ટિસ યૂયૂ લલિતની નિવૃત્તિ પર ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના 50મા જજ બનશે.

ચીફ જસ્ટિસ યૂયૂ લલિતનો કાર્યકાળ 74 દિવસનો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર, 2024 સુધી ચાલુ રહેશે.

2016માં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા

2016માં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અગાઉ 1998માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. તેમણે 2013માં અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ બોમ્બે હાઈકોર્ટ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેમને 2016માં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

English summary
DY Chandrachud to become the 50th CJI, recommended by CJI Lalit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X