તમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ તરફથી શશિકલા ને જેલની સજા આપવામાં આવ્યા બાદ તમિલનાડુના રાજકારણમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો છે. એઆઇએડીએમકે ની બેઠકમાં શશિકલાના દળે ઓ.પન્નીરસેલ્વમ ને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને ઇ.પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.

panneerselvam

બેઠકમાં હાજર હતા 120 ધારાસભ્યો

સૂત્રો અનુસાર, 120 ધારાસભ્યોની હાજરીમાં થયેલી બેઠકમાં પન્નીરસેલ્વમને પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શશિકલાની જગ્યાએ પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે અને સાથે જ સરાકાર બનાવવાનો દાવો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઇ.પલાનીસામી સલેમ ઇડાપડ્ડી જિલ્લાના ધારાસભ્ય છે. તેમણે મીટિંગ બાદ રાજ્યપાલને પત્ર લખીને પોતાની તરફથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાની તૈયારી

પલાનીસામી ત્રણ વાર ધારાસભ્ય બની ચૂક્યા છે અને શશિકલાના દળના મજબૂત નેતા માનવામાં આવે છે. શશિકલા તરફથી કોર્ટના નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરવાની યોજના બનાવી રહ્યાં છે. આવકથી વધુ સંપત્તિના 21 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે શશિકલા અને તેમના અન્ય બે સંબંધીઓને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

રિસોર્ટથી ભાગ્યા હતા ધારાસભ્યો

આ પહેલાં તમિલનાડુના રાજકારણમાં છવાયેલા સંકટ વચ્ચે સોમવારે મોટો વળાંક આવ્યો હતો, જ્યારે ચેન્નાઇના એક રિસોર્ટમાં હાજર AIADMK ના 100થી વધુ ધારાસભ્યોમાંથી એક ભાગી નીકળ્યા હતા. આ આખા ઘટનાક્રમના થોડા કલાકો બાદ ધારાસભ્ય એસ.એસ.સરવનને આ પગલું મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમના પક્ષમાં જવા માટે લીધુ હતું. તેમણે શશિકલાને પડકાર આપ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે, મેં પોતાને બચાવ્યો અને દીવાલ પર ચડીને ત્યાંથી છલાંગ લગાવી અને ભાગવામાં સફળ થયો.

English summary
E. Palanisamy becomes new leader of party MLAs Panneerselvam removed from AIADMK.
Please Wait while comments are loading...