તમારા કામની ખબર: પાસપોર્ટના આ બે નિયમો બદલાયા

Written By:
Subscribe to Oneindia News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેર કર્યું છે કે, હવે પાસપોર્ટ અંગ્રેજીમાં જ નહીં જાહેર થાય. સુષ્માએ જણાવ્યું કે, હવે પાસપોર્ટ અંગ્રેજી સહિત હિંદીથી લઇને અન્ય ભાષાઓમાં પણ જાહેર થશે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન તેમણે આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું કે, 8 વર્ષથી ઓછા અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા લોકો માટે પાસપોર્ટ જાહેર કરવાની ફીમાં સામાન્યથી 10 ટકા ઓછી કિંમત લાગશે. ઉલ્લેખનીય છે કે, 1967માં આજની તારીખે જ પાસપોર્ટ એક્ટ રજૂ થયો હતો અને આજે આ વાતને 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સાથે જ આ જાહેરાત કરવામાં આવી છે.

passport

ઉલ્લેખનીય છે કે, 2014ની જુલાઇમાં સરકારે સામાન્ય શ્રેણી હેઠળ પાસપોર્ટ સંબંધિત સેવા માટે 1000 થી ફી વધારીને 1500 રૂપિયા કરવામાં આવ્યા હતા અને તત્કાળ યોજનાઓ માટે 2500 રૂપિયા વધારીને 3500 રૂપિયા લેવામાં આવ્યા છે. જો કે, હાલ જે 10 ટકાની છૂટ આપવામાં આવી છે તે તત્કાળ યોજનામાં પણ લાગુ પડશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી થઇ. પાસપોર્ટ એક્ટના 50 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રીય રાજ્યમંત્રી મનોજ સિંહાએ સુષ્મા સ્વરાજ સાથે મળીને આ પ્રસંગે સ્ટેમ્પ પણ જાહેર કર્યા હતા.

English summary
EAM Sushma Swaraj announces 10% reduction in passport fee.
Please Wait while comments are loading...