ત્રિપુરામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે બપોરે 2.42 વાગે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા ત્રિપુરા રાજ્યના અંબાસા શહેરમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ઉપલબ્ધ માહિતી અનુસાર આ ભૂકંપની તિવ્રતા 5.5 નોંધવામાં આવી છે.

earthquake

આજે બપોરે લગભગ 2.42 વાગ્યે ભારતના ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, આ ભૂકંપનું કેન્દ્ર ત્રિપુરાનું અંબાસા શહેર મનાય છે, જ્યાં સૌથી વધુ 5.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સાથે જ આસામના ગુવાહાટીમાં પણ હળવા ઝાટકા અનુભવાયા હતા.

ભારતના ઉત્તર પૂર્વના અમુક રાજ્યો જેવા કે ત્રિપુરા, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મણિપુર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ મનાય છે.

English summary
Earthquake of 5.5 magnitude felt in Ambassa, Tripura.
Please Wait while comments are loading...