For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી-એનસીઆરમાં 24 કલાકમાં બીજી વાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 2.7 તીવ્રતા

દિલ્લી અને એનસીઆરમાં સોમવારે એક વાર ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી અને એનસીઆરમાં સોમવારે એક વાર ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. 24 કલાકની અંદર બીજી વાર દિલ્લી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે બપોરે એક વાગીને 26 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા. ભૂકંપનુ કેન્દ્ર દિલ્લીમાં જ હતુ.

Earthquake

આ દરમિયાન જાનમાલનુ કોઈ નુકશાન થયાના સમાચાર નથી પરંતુ સતત બીજા દિવસે ભૂકંપ આવવાથી લોકો ચિંતિત છે. ભૂકંપના ઝટકાથી લકો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન ઘણા લોકો તો જ્યાં સુધી કંઈ સમજી શકે ત્યાં સુધી બધુ શાંત થઈ ગયુ હતુ. આ પહેલા રવિવારે પણ દિલ્લી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સાંજે 5 વાગીને 45 મિનિટે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આના પર લોકોએ કહ્યુ હતુ કે ભૂકંપના ઝટકા તેજ હતા પરંતુ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરોમાંથી બહાર પણ નીકળી આવ્યા હતા.

માહિતી મુજબ કાલે અને આજે એઠલે કે બંને દિવસે ભૂકંપનુ કેન્દ્ર પૂર્વ દિલ્લી જ રહ્યુ. કાલે જમીનથી 8 કિલોમીટર નીચે ભૂકંપનુ કેન્દ્ર હતુ જ્યારે આજે 5 કિલોમીટરનીચે કેન્દ્ર હતુ. વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો ભૂકંપનુ કેન્દ્ર જમીનમાં 15-20 કિલોમીટર અંદર હોય તો રિક્ટર સ્કેલ પર તીવ્રતા પણ વધુ હોય છે અને ઝટાક વધુ મોટા વિસ્તારમાં અનુભવાય છે. તમને જણાવી દઈએ કે ભૂકંપની દ્રષ્ટિએ દિલ્લી હંમેશાથી જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. મેક્રો સેસ્મિક જોનિંગ મેપિંગમાં ભારતને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યુ છે. આ ઝોન-2થી 5 સુધી છે. આમાં ઝોન-2 સૌથી ઓછુ સંવેદનશીલ વિસ્તાર છે જ્યારે ઝોન-5 એવો વિસ્તાર છે જ્યાં ભૂકંપ આવવાની સંભાવના સૌથી વધુ છે. દિલ્લીને ઝોન-4માં રાખવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ Fake: RBIએ SBI ના 'આધાર' આધારિત ચૂકવણી સર્વર (AePS)ને બંધ કર્યુ નથીઆ પણ વાંચોઃ Fake: RBIએ SBI ના 'આધાર' આધારિત ચૂકવણી સર્વર (AePS)ને બંધ કર્યુ નથી

English summary
earthquake in delhi ncr for second consecutive day with magnitude 2.7
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X