For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપઃ જો ભૂકંપ આવે તો શું કરવુ અને શું ન કરવુ!

રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, બુધવારે સાંજે લગભગ 4.16 વાગે અચાનક લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા. ત્યારબાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, બુધવારે સાંજે લગભગ 4.16 વાગે અચાનક લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા. ત્યારબાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 ની માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાબુલથી 182 કિલોમીટર દૂર બતાવવામાં આવી રહ્યુ છે. તેમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ પણ થઈ રહ્યો છે. પ્રાકૃતિક આપત્તિઓને તો આપણે રોકી નથી શકતા પરંતુ તેનાથી બચવા માટે આપણે તૈયાર રહી શકીએ છીએ. આવી કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો ધીરજથી કામ લઈને નિમ્નલિખિત ઉપાયોનું પાલન કરવુ જોઈએ...

આ વાતોનું રાખો ધ્યાન

આ વાતોનું રાખો ધ્યાન

જો તમે કોઈ બિલ્ડિંગની અંદર છો તો નીચે બેસી જાવ અને કોઈ મજબૂત ફર્નિચરની નીચે જતા રહો. જો કોઈ ટેબલ કે એવુ કોઈ ફર્નિચર ન હોય તો પોતાના ચહેરા અને માથાને હાથેથી ઢાંકી લો અને રૂમના કોઈ ખૂણામાં લપાઈને બેસી જાવ.

ઈમારતની બહાર હોવ તો, વૃક્ષ, થાંભલા અને વાયરોથી દૂર હટો

ઈમારતની બહાર હોવ તો, વૃક્ષ, થાંભલા અને વાયરોથી દૂર હટો

જો તમે બિલ્ડિંગની બહાર હોવ તો ઈમારત, વૃક્ષ, થાંભલા અને વાયરોથી દૂર હટી જાવ. જો તમે કોઈ વાહનમાં છો તો બને તેટલુ જલ્દી વાહન રોકી દો અને વાહનની અંદર જ બેસી રહો. જો તમે કાટમાળમાં દબાઈ ગયા હોવ તો માચિસ ક્યારેય ન સળગાવશો, હલશો નહિ અને કોઈ વસ્તુને ધક્કો ના મારશો.

તમારી પાસે કોઈ સિટી હોય તો તેને વગાડો

તમારી પાસે કોઈ સિટી હોય તો તેને વગાડો

કાટમાળમાં દબાયેલા હોવાની સ્થિતિમાં કોઈ પાઈપ કે દિવાલ પર ધીમે ધીમે મારો જેથી બચાવકર્મી તમારી સ્થિતિને સમજી શકે. જો તમારી પાસે કોઈ સિટી હોય તો તેને વગાડો. કોઈ વિકલ્પ ન હોવાની સ્થિતિમાં જ બૂમો પાડો કારણકે બૂમો પાડવાથી તમારા શ્વાસમાં ધૂળ જઈ શકે છે.

ઘરમાં હંમેશા આપત્તિ કિટ તૈયાર રાખો

ઘરમાં હંમેશા આપત્તિ કિટ તૈયાર રાખો

પોતાના ઘરમાં હંમેશા આપત્તિ કિટ તૈયાર રાખો. ઘરના દરવાજા અને બારીઓને ખુલ્લી રાખો. ઘરની વિજળીની સ્વીચને અડશો નહિ. મોબાઈલનો ઉપયોગ ના કરો. જો તમે કોઈ બિલ્ડિંગમાં છો તો લિફ્ટનો ઉપયોગ ના કરો, સીડીઓનો જ ઉપયોગ કરો.

English summary
earthquake tremors felt delhi ncr here is do or dont
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X