સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે મોકલી ત્રીજી નોટિસ, હવે આ મામલે થઈ કાર્યવાહી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે મોકલી ત્રીજી નોટિસ, હવે આ મામલે થઈ કાર્યવાહી

નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે વધુ એક નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ત્રીજી નોટિસ એ નિવેદન પર મોકલી છે, જેમાં તેમણે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહને આતંકી ગણાવ્યો હતો. ગુરુવારે પ્રજ્ઞા ઠાકુરે એક સભામાં દિગ્વિજય સિંહ માટે કહ્યું કે તેણે એક આતંકીને ખતમ કરવા માટે ચૂંટણીમાં આવવું પડ્યું છે.

દિગ્વિજય સિંહને ગણાવ્યા હતા આતંકી, ઈસીએ માંગ્યો જવાબ

દિગ્વિજય સિંહને ગણાવ્યા હતા આતંકી, ઈસીએ માંગ્યો જવાબ

પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ મામલામાં આોપી પ્રજ્ઞા ઠાકુને જ્યારથી ભાજપે ટિકિટ આપી છે, તે સમયથી જ તેને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે દિગ્વિજય સિંહ વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને મેદાનમાં ઉતારી તો વિપક્ષી દળોએ ભાજપ પર હુમલા તેજ કરી દીધા હતા.

પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની ત્રીજી નોટિસ

પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની ત્રીજી નોટિસ

પ્રજ્ઞ ઠાકુરે બુધવારે સીહોરની એક સભામાં કહ્યું, 'તેણે પ્રદેશના લોકોને બેરોજગાર કરી દીધા. અહીંના શેરડીનું વાવેતર કરતા ખેડૂતોની હાલત બગડવા પાછળ તે વ્યક્તિ જ જવાબદાર છે. અહ્યાં જે ઉદ્યોગો હતા તેને તેઓ પોતાના ક્ષેત્રમાં લઈ ગયા અને અહીંના લોકો બેરોજગાર થઈ ગયા. હું તે આતંકવાદીના કર્મોનું પ્રત્યેક્ષ પ્રમાણ તમારે સામે છું.'

બાબરી મસ્જિદ પર નિવેદનને લઈને પણ ચૂંટણી પંચે પાઠવી હતી નોટિસ

બાબરી મસ્જિદ પર નિવેદનને લઈને પણ ચૂંટણી પંચે પાઠવી હતી નોટિસ

અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ત્યારે વિવાદોમાં ઘેરાઈ હતી જ્યારે તેણે મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ ચીફ અને 26/11ના આતંકી હુમલામાં શહીદ થનાર હેમંત કરકરને લઈ નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત બાબરી મસ્જિદ પર આપેલ નિવેદનને લઈને પણ ચૂંટણી પંચે તેને નોટિસ પાઠવી છે. માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી પ્રજ્ઞા ઠાકુરે સતત કહેતી રહી છે કે બોમ્બ બ્લાસ્ટમાં હું સામેલ નહોતી, તેને ષડયંત્રના ભાગરૂપે પકડવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X