મોદી અને અમિત શાહના યુપીમાં પ્રવેશ પર પાબંધી લગાવવી જોઇએ: બેની

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 7 એપ્રિલ: કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટી (સપા) પર મળીને લોકસભા ચૂંટણીમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળવાનો આરોપ લગાવતાં રવિવારે કહ્યું હતું કે ચૂંટણી પંચ કમિશનને તેનું સંજ્ઞાન લેવું જોઇએ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા તેમની પાર્ટીના પ્રાંતિય પ્રભારી અમિત શાહને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જોઇએ.

બેની પ્રસાદ શર્માએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'સપા અને ભાજપ જાણીજોઇને ચૂંટણીમાં સાંપ્રદાયિક રંગ આપવા માંગે છે. અમિત શાહ મોદી અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના ભાષણોની પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યાં છે. ચૂંટણી કમિશનને તેનું સંજ્ઞાન લેતાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઉત્તર પ્રદેશમાં દાખલ થવા પર પાબંધી લગાવી દેવી જોઇએ.'

beni-prasad

અમિત શાહ દ્વારા બિજનૌરમાં એક ભાષણામાં મુલાયમ સિંહને 'મુલ્લા મુલાયમ' કહેવાનો ઉલ્લેખ કરાવતાં સ્ટીલ મંત્રીએ કહ્યું હતું કે સપા સુપ્રીમો આજે મુજફ્ફરનગરમાં રેલીને સંબોધિત કરવાના છે, જ્યારે નરેન્દ્ર મોદી અલીગઢ અને બિજનૌરમાં છે. જો કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને મુલાયમ સિંહના ભાષણોની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાના હેતુંથી નિવેદન આપી રહી છે.

તેમણે કહ્યું હતું કે અમિત શાહ જાણજોઇએને નિવેદન આપી રહ્યાં છે જેથી મુસલમાન મતદારો સપાની સાથે જાય અને હિન્દુ મતોનું ધ્રૃવીકરણ ભાજપના પક્ષમાં થઇ જાય. અમિત શાહ ઉત્તર પ્રદેશ ભાજપ ચૂંટણી પ્રભારી બનાવવા સાબિત કરે છે કે ચૂંટણીને સાંપ્રદાયિક રંગ આપવાની તૈયારી પહેલાંથી જ હતી.

English summary
Union Minister Beni Prasad Verma on Sunday alleged SP and BJP were hand in glove with each other in communalizing elections and sought a "ban" by the Election Commission on campaigning by leaders Narendra Modi and Amit Shah in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X