મોદીની રેલીમાં સ્ટેજ પર ભગવાન રામના ફોટો અંગે ECની લાલ આંખ

Google Oneindia Gujarati News

ફેઝાબાદ/ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની રેલીના સ્ટેજ પર ભગવાન રામની તસવીરને મુદ્દે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. આ રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ભગવાન રામ યાદ આવી ગયા હતા.

તેમણે રેલીમાં જણાવ્યું કે મને રામની ધરતી પરથી પણ કમળ જોઇએ છીએ. મહત્વની બાબત એ પણ છે તે ફૈઝાબાદ રેલીમાં મોદીના મંચને પ્રસ્તાવિત રામ મંદિરથી સજાવવામાં આવ્યું હતું. આ મંચ પર જ ભગવાન રામની પણ તસવીર લાગી હતી. નોંધનીય છે કે ફૈઝાબાદથી અયોધ્યા મંદિરનું અંતર કેટલાક કિલોમીટર જ છે. નરેન્દ્ર મોદીની આ રેલીમાં ભગવાન રામની તસવીરના અને પ્રસ્તાવિત મંદિરના મુદ્દે રાજકીય વિવાદ વધ્યો છે.

modi-lord-ram

ઉલ્લેખનીય છે કે મોદીએ આ ભાષણમાં અનેકવાર ભગવાન રામનું નામ લીધું હતું. તેમણે મહાત્મા ગાંધીને પણ યાદ કરીને જણાવ્યું કે ગાંધીજી રામરાજ્યની વાત કરતા હતા. જેને સાકાર કરવો અમારો ધર્મ છે. તેમણે જણાવ્યું કે રામ રાજ્યની આ પરંપરા છે કે પ્રાણ જાય પણ વચન ના જાય. આથી જ મને વચન નીભાવવા માટે રામની ધરતી પરથી પણ કમળ જોઇએ છીએ. હું ભગવાન રામની ધરતી પરથી વચન આપું છું કે દેશમાંથી ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડીશ.

English summary
EC strict on picture of lord rama used on stage in Narendra Modi rally in Faizabad in Uttar pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X