For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ED નો ઉપયોગ ધારાસભ્યો ખરીદવા માટે થાય છે-અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ સતત ED મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. હવે ફરીથી કેજરીવાલે મોદી સરકાર અને બીજેપી પર પ્રહાર કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં ઘોર વિરોધી આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે વાર-પલટવાર થમવાનું નામ નથી લઈ રહ્યા. દિલ્હીમાં મેયર ચૂંટણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી બીજેપી પર સતત પ્રહાર કરી રહી છે. આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચેની બબાલમાં ઉપરાજ્યપાલના સ્ટેન્ડથી કેજરીવાલ સતત હમલાવર છે. હવે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે બીજેપી અને કેન્દ્ર સરકાર પર મોટા પ્રહાર કર્યા છે.

arvind kejriwal

કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ સરકારના કાર્યકાળ દરમિયાન EDએ 5000 ચાર્જશીટ ફાઇલ કરી હશે. આમાંથી કેટલાને સજા થઈ? ED ના કેસ નકલી છે. ED નો ઉપયોગ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે નહીં તેના બદલે EDનો ઉપયોગ ધારાસભ્યોને ખરીદવા અને વેચવા, સરકાર બનાવવા અને તોડવા માટે થાય છે. કેજરીવાલે આગળ કહ્યું કે, આ જ કારણ છે કે EDની ચાર્જશીટ સંપૂર્ણપણે કાલ્પનિક હોય છે.

આ પહેલી વખત નથી જ્યારે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર EDના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ ED પર ઘણા આરોપો લગાવી ચૂક્યા છે. લિકર પોલિસીમાં EDની ચાર્જશીટમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ સામેલ ન કરાતા કેજરીવાલે પ્રહાર કર્યા હતા.

ચાર્જશીટને લઈને કેજરીવાલે કહ્યું કે, EDને સિસોદિયા વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. આ જ કારણ છે કે ચાર્જશીટમાં તેમનું નામ નથી. ED ભાજપના ઈશારે કામ કરે છે. સિસોદિયા કેસમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા કેટલાક સો અધિકારીઓને નિયુક્તિ કરાયા હતા. આ સાથે જ પીએમ મોદીએ પોતે તેનું મોનિટરિંગ કર્યું હતું. EDએ સિસોદિયાના ગામ પહોંચી હતી હતી અને તેની વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. પરંતુ કંઈ મળ્યું નહીં. ED કેજરીવાલને માત્ર અને માત્ર ભાજપના ઈશારે પરેશાન કરી રહી છે. જેથી દિલ્હીમાં સરકાર બનાવી શકાય. ભાજપ અમારા કામથી ડરે છે.

English summary
ED is used to buy MLAs-Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X