For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાતર કૌભાંડમાં CM અશોક ગહેલોતના ભાઈના ઘરે EDની રેડ

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોતની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોતની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. બુધવારે કથિત ખાતર કૌભાંડમાં ઈડીએ અગ્રસેન ગહેલોતના ઘણા ઠેકાણાઓ પર રેડ પાડી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસમાં ઈડી દેશભરમાં રેડ પાડી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)એ સીએમ અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોત પર આરોપ લગાવ્યો હતો કે તેમણે વર્ષ 2007માં કોંગ્રેસ શાસન દરમિયાન સબ્સિડાઈઝ્ડ ફર્ટિલાઈઝર એટલે કે ખાતરની નિકાસ કરી હતી.

 7 કરોડ રૂપિયાનો દંડ

7 કરોડ રૂપિયાનો દંડ

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ ઈડીએ જોધપુરમાં અનુપમ કૃષિ નામની કંપનીમાં રેડની કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ કંપનીનો માલિકી હક રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોત પાસે છે. આ કેસમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટે કેસ ચલાવ્યો છે અને કંપની પર 7 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો.

ખાતરની નિકાસ પ્રતિબંધિત

તમને જણાવી દઈએ કે ખાતરની નિકાસ પ્રતિબંધિત છે. ક્લોરાઈડ પોટાશને ભારતમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ આયાત કરે છે ત્યારબાદ તેને સબ્સિડાઈઝ રેટ પર દેશભરમાં ખેડૂતોને વેચવામાં આવે છે. અગ્રસેન ગહેલોત પર આરોપ છે કે તેમણે ઈન્ડિયન પોટાશ લિમિટેડને ઑથોરાઈઝ્ડ ડીલર તરીકે વર્ષ 2007થી 2009 વચ્ચે ક્લોરાઈડ પોટાશને સબ્સિડાઈઝ રેટ પર ખરીદી અને આને ખેડૂતોમાં વહેંચવાના બદલે અમુક કંપનીઓને વેચી દીધી. એ કંપનીઓએ આ ક્લોરાઈડ પોટાશને ઈન્ડસ્ટ્રીયલ સૉલ્ટનુ નામ આપીને મલેશિયા અને સિંગાપુરને નિકાસ કરી દીધી.

13 જુલાઈએ પણ પાડી હતી રેડ

13 જુલાઈએ પણ પાડી હતી રેડ

આ કેસમાં ખુલાસો વર્ષ 2012 અને 2013માં રાજસ્વ ખુફિયા નિર્દેશાલયે કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સીએમ અશોક ગહેલોતના ઘણા નજીકનાઓ પર ઈડીએ એક્શન લીધી છે. આ પહેલા સીએમના નજીકનાઓના આવાસ પર આઈટી વિભાગે 13 જુલાઈએ રેડ પાડી હતી.

કાકરાપારના 700 મેગાવૉટ રિએક્ટર માટે પીએમે વૈજ્ઞાનિકોને પાઠવી શુભકામનાકાકરાપારના 700 મેગાવૉટ રિએક્ટર માટે પીએમે વૈજ્ઞાનિકોને પાઠવી શુભકામના

English summary
ED raids on CM Ashok Gehlot brother locations connection in fertilizer scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X