For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીકે શિવકુમારના પરિવારની મુશ્કેલી વધી, દીકરી ઐશ્વર્યાને EDની નોટિસ

ડીકે શિવકુમારના પરિવારની મુશ્કેલી વધી, દીકરી ઐશ્વર્યાને EDની નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ ધારાસભ્ય ડીકે શિવકુમારની દીકરી ઐશ્વર્યાને ઈડીએ નોટિસ મોકલી છે. મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલ કેસમાં ઐશ્વર્યાને સમન મોકલ્યું છે. ઐશ્વર્યાને પૂછપરછ માટે 12 સપ્ટેમ્બરે ઈડી ઑફિસમાં હાજર થવા કહ્યું છે. જણાવવામાં આવ્યું છે કે ડીકે શિવકુમાર અહીં થયેલ રેડ દરમિયાન મળેલ કેટલાક દસ્તાવેજોના આધાર પર ઈડી ઐશ્વર્યાની પૂછપરછ કરવા માંગે છે. શિવકુમા પહેલેથી જ ઈડીની કસ્ટડીમાં છે.

dk shivkumar

ડીકે શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. 3 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરવામા આી હતી. 4 સપ્ટેમ્બરે દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટે તેમને 13 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા હતા. જે બાદ તેઓ ઈડીની કસ્ટીમાં છે. કોર્ટે ધરપકડ દરમિયાન શિવકુમારના પરિજનો અને વકીલોને મળવાની છૂટ આપી છે. વકીલ અને પરિજનો તેમને દરરોજ અડધો કલાક સુધી મળી શકે છે.

ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસના અતિ મહત્વના નેતા છે. તેમને કોંગ્રેસના સંકટમોચકની જેમ જ જોવામાં આવે છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારના સમયે જ્યારે કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું ત્યારે સરકારને બચાવવામાં તેઓ સૌથી આગળ દેખાયા હતા. ડીકે શિવકુમાર પોતાની સંપત્તિને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તેઓ કર્ણાટકના સૌથી અમીર નેતાઓમાં સામેલ છે. 2016થી શિવકુમાર આવકવેરા વિભાગ અને ઈડીની રડાર પર હતા.

 કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી

English summary
ed sent notice to dk shivkumar's daughter aishwarya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X