8માં તબક્કાના મતદાનમાં આ દિગ્ગજો પર રહેશે સૌનું ધ્યાન...

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મે: ચૂંટણી શતરંજમાં હવેનો દાવ ખેલવા માટે રાજનીતિ આતુર છે. લોકસભા ચૂંટણીના આઠમાં તબક્કામાં સાત રાજ્યોના 64 ચૂંટણી વિસ્તારમાં બુધવારે વોટિંગ કરવામાં આવશે. આના માટે લગભગ 900 ઉમેદવારોનું નસીબ ઇવીએમ મશીનમાં કેદ થશે. મતદાન સવારે સાત વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધી ચાલશે. બિહારના નક્સલ પ્રભાવિત કેટલાંક વિસ્તારોમાં મતદાન ચાર વાગ્યે સમાપ્ત થઇ જશે.

આઠમાં તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો, બિહારની સાત બેઠકો, જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો, ઉત્તર પ્રદેશની 15 બેઠકો અને પશ્ચિમ બંગાળની છ બેઠકોની સાથે જ ઉત્તરાખંડની તમામ પાંચ બેઠકો અને હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે.

ઉત્તર પ્રદેશમાં મતદાનનું આ પાંચમો તબક્કો હશે, જે હેઠળ 15 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ 15 લોકસભા બેઠકોમાં અમેઠી, સુલ્તાનપુર, પ્રતાપગઢ, કૌશામ્બી, ફૂલપુર, ઇલાહાબાદ, ફૈઝાબાદ, આંબેડકરનગર, બહરાઇચ, કૈસરગંજ, શ્રવસ્તી, ગોંડા, બસ્તી, સંતકબીરનગર અને ભદોહી છે.

આ ચરણમાં રાહુલ ગાંધી, વરૂણ ગાંધી, સ્મૃતિ ઇરાણી, કુમાર વિશ્વાસ, કુંવર રેવતી રમણ સિંહ, બેની પ્રસાદ વર્મા, રાજકુમારી રત્ના સિંહ, કીર્તિવર્ધન સિંહ, બ્રજભૂષણ શરણ સિંહ અને નિર્મલ ખત્રી સહિત કુલ 243 ઉમેદાવારોના નસીબનો નિર્ણય થવા જઇ રહ્યો છે.

આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે જ સીમાંધ્ર વિસ્તારની 175 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. આંધ્ર પ્રદેશના બે વિસ્તાર તેલંગાણા અને સીમાંધ્રમાં ભાગલા થયા બાદ સીમાંધ્ર વિસ્તારમાં પહેલી વાર વિધાન સભા ચૂંટણી યોજાવા જઇ રહી છે.

બિહારમાં લોકસભાની સાત બેઠકો માટે મતદાનની સાથે સાથે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણી માટે પણ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે. લોકસભાની સાત બેઠકો માટે અત્રે 118 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સારણથી પહેલીવાર લોકસભામાં પહોંચવા માટે ભાર આપી રહ્યા છે. અત્રેથી ભાજપના રાજીવ પ્રતાપ રૂડી સાથે તેમની ટક્કર છે.

હાજીપુર બેઠકથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ મેદાનમાં છે. 2009માં સાતમાંથી પાંચ બેઠકો જેડીયૂના ખાતામાં ગઇ હતી. જ્યારે બે બેઠકો રાજદના ભાગમાં આવી હતી. પશ્ચિમ બંગાળની છ બેઠકો માટે 72 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં વામમોર્ચા પર પોતાની છએ છ બેઠકો યથાવત રાખવાનો દબાવ છે. આ ચરણમાં પ્રમુખ રીતે 9 વારથી સાંસદ વાસુદેવ આચાર્ય, પૂર્વ અભિનેત્રી મુનમુન સેન, સંધ્યા રાય અને ગાયક બાબુલ સુપ્રિમો મેદાનમાં છે.

જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો લદ્દાખ અને બારામુલામાં મતદાન કરાવવામાં આશે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની તમામ બેઠકો પર એક જ ચરણમાં મતદાન થશે. તમામ બેઠકો પર રાજનેતાઓએ પૂરેપૂરું ભાર આપ્યું છે. ફેંસલાની ઘડી નજીક છે. મહેનત, લગન અને વિશ્વાસની પરીક્ષાનું પરિણામ આવી જશે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આઠમાં તબક્કામાં આંધ્ર પ્રદેશમાં 25 બેઠકો માટે મતદાન થશે.

બિહાર 7

બિહાર 7

આઠમાં તબક્કામાં બિહારમાં 7 બેઠકો માટે મતદાન થશે.

હિમાચલ પ્રદેશ 4

હિમાચલ પ્રદેશ 4

આઠમાં તબક્કામાં હિમાચલ પ્રદેશમાં 4 બેઠકો માટે મતદાન થશે.

જમ્મુ અને કાશ્મીર 2

જમ્મુ અને કાશ્મીર 2

આઠમાં તબક્કામાં જમ્મુ અને કાશ્મીરમાં 2 બેઠકો માટે મતદાન થશે.

ઉત્તર પ્રદેશ 15

ઉત્તર પ્રદેશ 15

ઉત્તર પ્રદેશમાં આઠમાં તબક્કામાં 15 બેઠકો માટે મતદાન થશે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

આઠમાં તબક્કામાં ઉત્તરાખંડમાં 5 બેઠકો માટે મતદાન થશે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

આઠમાં તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 6 બેઠકો માટે મતદાન થશે.

Rahul Gandhi

Rahul Gandhi

રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ

Varun Gandhi

Varun Gandhi

વરૂણ ગાંધી, ભાજપ

Smriti Irani

Smriti Irani

સ્મૃતિ ઇરાણી, ભાજપ

Kumar Vishwash

Kumar Vishwash

કુમાર વિશ્વાસ, આમ આદમી પાર્ટી

Kunvar Revati Raman Singh

Kunvar Revati Raman Singh

કુંવર રેવતી રમણ સિંહ

Beni Prasad

Beni Prasad

બેની પ્રસાદ વર્મા

Rajkumari Ratna

Rajkumari Ratna

રાજકુમારી રત્ના સિંહ

Kirti Vardhan Singh

Kirti Vardhan Singh

કીર્તિવર્ધન સિંહ

Brajbhushan Sharan singh

Brajbhushan Sharan singh

બ્રજભૂષણ શરણ સિંહ

Nirmal Khatri

Nirmal Khatri

નિર્મલ ખત્રી સહિત કુલ 243 ઉમેદાવારોના નસીબનો નિર્ણય થવા જઇ રહ્યો છે.

English summary
Eight phase of election 2014 is about to begin with seven states and 64 constituencies will face it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X