For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી અસર : ભાજપ પાર્ટી ચિહ્ન 'કમળ'ને શ્વેતશ્યામ બનાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 નવેમ્બર : ચૂંટણી પંચ દ્વારા ભાજપ અને તેના ચૂંટણી ચિહ્ન 'કમળ'ની રૂપરેખાને મોટી કરવાની અનુમતિ મળતા હવેથી પાર્ટી પોતાની તમામ ચૂંટણી પ્રચાર સામગ્રી પર તેનો પ્રયોગ શરૂ કરવાની છે. પાર્ટીએ ચૂંટણી પંચ પાસે પોતાની વર્તમાન રૂપરેખાને પાતળીમાંથી જાડી કરવા માટે અનુમતિ માંગી હતી.

આ મુદ્દે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું કે ભાજપને પોતાના ચૂંટણી ચિહ્ન કમળની રૂપરેખા મોટી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે તેની મૂળ ડિઝાઇનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

bjp-black-and-white-logo

આ અંગે પાર્ટીના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે "ચૂંટણી પંચે અમારા ચૂંટણી ચિહ્નની રૂપરેખા મોટી કરી તેને વધારે ઘટ્ટ બનાવવા માટે અમને પરવાનગી આપી દીધી છે. હવે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન - ઇવીએમમાં છાપવામાં આવતા ચૂંટણી ચિહ્નનો ઉપયોગ ચૂંટણી પ્રચાર સામગ્રીઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે."

ઇવીએમમાં પાર્ટીઓના ચૂંટણી ચિહ્નો શ્વેતશ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ રંગમાં જ છપાયેલા હોય છે. પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સૌ પ્રથમ આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ પાર્ટી સિમ્બોલનો ઉપયોગ કરશે. પાર્ટીનું માનવું છે કે તેના ચૂંટણી ચિહ્ન 'કમળ'નું અગાઉનું પ્રારૂપ અન્ય પક્ષોના ચૂંટણી ચિહ્નની સરખામણીએ વધારે ધ્યાનાકર્ષક ન હતું.

English summary
Election : BJP changes its symbol lotus from color to black and white
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X