For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Commission : ચૂંટણી પ્રચારમાં ઝુમલા આપવા પડશે મોંઘા, ચૂંટણીપંચે લીધો મોટો નિર્ણય

ચૂંટણીપંચે રાજકીય પાર્ટીને જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી ઢંઢેરોની વિસ્તૃત જાણકારી આપે. આ સાથે તેમણે આપેલા ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા છે, તે અંગે પણ માહિતી આપવી પડશે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણીપંચે રાજકીય પાર્ટીને જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી ઢંઢેરોની વિસ્તૃત જાણકારી આપે. આ સાથે તેમણે આપેલા ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા છે, તે અંગે પણ માહિતી આપવી પડશે. આ સાથે સાથે ચૂંટણીપંચ આદર્શ આચાર સંહિતાના દિશાનિર્દેશોમાં ફેરબદલી કરવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણીપંચએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજકીય પાર્ટી જે ચૂંટણી વચન આપે છે તે પૂરા કરવા શક્ય છે કે નહીં, આ સાથે વોટર્સને ચૂંટણી ઝૂમલાના લાલચથી દૂર રહેવામાં મદદ કરશે.

Election Commission

ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને પોતાના ચૂંટણી ઢંઢેરા વિશે વિગતવાર માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે તેઓએ જે વચન આપ્યા હતા તેમાંથી કેટલા પૂર્ણ કર્યા તેના પર પણ ચૂંટણીપંચ નજર રાખશે. રાજકીય પક્ષોએ એ પણ જણાવવું પડશે કે, તમે જે વચનો આપ્યા હતા તે કેન્દ્રમાં કે રાજ્યમાં આવકની દૃષ્ટિએ પૂરા થઈ શકે છે. આ સાથે ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાની માર્ગદર્શિકા બદલવાની તૈયારી કરી રહ્યું છે. ચૂંટણી પંચે પોતાના પત્રમાં કહ્યું છે કે, રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવા શક્ય છે કે, નહીં તેના આધારે જ મતદારોનો વિશ્વાસ જીતવો જોઈએ. કારણ કે ખાલી વચનોની દૂરગામી અસરો હોય છે.

આ સાથે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો માટે તેમનો ઢંઢેરો તૈયાર કરવાનો તેમનો અધિકાર છે, પરંતુ એ ભૂલી ન શકાય કે તેનો ખોટો સંદેશ લોકો સુધી ન પહોંચે, લોકોએ જાણવું જોઈએ કે, આ વચનો કયા આધારે આપવામાં આવી રહ્યા છે. આ વચનોની અસર ભેદભાવપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીના આચરણમાં પણ અવરોધ ઊભો કરે છે. તમામ પક્ષો અને ઉમેદવારોને સમાન તક મળવી જોઈએ. તેથી જે વચનો આપવામાં આવી રહ્યા છે, તે કેવી રીતે પૂર્ણ થશે તે પણ ચૂંટણી ઢંઢેરામાં જણાવવું જરૂરી રહેશે.

રાજકીય પક્ષોએ આ વચનો પર કેટલો ખર્ચ થશે, તેનો કેટલો વિસ્તાર કરવામાં આવશે, લોકોને આ વચનોનો લાભ કેવી રીતે મળશે, તેની

માહિતી પણ આપવી પડશે. આની આર્થિક અસર શું થશે, આ માટે પૈસા ક્યાંથી આવશે. તે ખરેખર પરિપૂર્ણ કરી શકાય છે? જો રાજકીય પક્ષો આ અંગે કોઈ પ્રતિક્રિયા નહીં આપે તો માની લેવામાં આવશે કે, પક્ષ પાસે આ બાબતે કંઈ કહેવાનું નથી.

English summary
Election Commission : election commission has taken a big decision on freebies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X