For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલી નોટિસ

નીતિ આયોગના VCએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ECએ મોકલ નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેવી રીતે દેશના દરેક ગરીબોને દર મહિને 12000 રૂપિયા આપવાની ન્યૂનતમ આવકને સુનિશ્ચિત કરવાની ઘોષણા કરી તેના પર નીતિ આયોગના વીસીને ટિપ્પણી કરવી મોંઘી પડી ગઈ. ચૂંટણી પંચે નીતિ આયોગના વીસી રાજીવ કુમારને તેમના નિવેદન બદલ કારણ દર્શાવો નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કહ્યું કે નીતિ આયોગના વીસીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ સરકારી કર્મચારી સરકારના સમર્થનમાં નિવેદન ન આપી શકે, ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો છે.

યોજના પર ઉઠાવ્યો હતો સવાલ

યોજના પર ઉઠાવ્યો હતો સવાલ

જણાવી દઈએ કે રાજીવ કુમારે ટ્વીટ કરી કોંગ્રેસના ન્યૂનતમ આવક યોજના પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 1971માં ગરીબી હટાવો, 2008માં ઓઆરઓપી, 2013માં ખાદ્ય સુરક્ષા બિલનો વાયદો કરી ચૂંટણી જીતી હતી પરંતુ તેઓ આ વાયદાઓ પૂરા નહોતા કરી શક્યા. કંઈક આવી જ રીતે અલોકપ્રિય પગલું છે ન્યૂનતમ આવક યોજના. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે ન્યૂનતમ આવક પર કુલ ખર્ચ જીડીપીના 2 ટકા અને કુલ બજેટના 13 ટકા છે. એવામાં આ યોજના એ વાતને સુનિશ્ચિત કરશે કે લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી નહિ થઈ શકે.

રાહુલ ગાંધીએ કર્યું હતું એલાન

રાહુલ ગાંધીએ કર્યું હતું એલાન

જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ યોજનાનું એલાન કરતા કહ્યું હતું કે જે કોઈપણ ગરીબ પરિવાર દર મહિને 12000થી ઓછી આવક કરતો હશે અેમ તેના બેંક અકાઉન્ટમાં આ રૂપિયા મોકલશું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ગરીબી પર આ નિર્ણાયક હુમલો છે જે દેશના 25 કરોડ લોકોને ફાયદો પહોંચાડશે. એક ઈન્ટર્વ્યૂમાં રાજીવ કુમારે કહ્યું કે કોંગ્રેસની આ નીતિથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે અને નાણાકીય નુકસાન વધશે.

અર્થવ્યવસ્થા પર પડશે ખરાબ અસર

અર્થવ્યવસ્થા પર પડશે ખરાબ અસર

રાજીવ કુમારે કહ્યું કે રાહુલ ગાંધીએ આ એલાન નહોતું કરવું જોઈતું. આના કારણે આપણી ક્રેડિટ રેટિંગ પર અસર પડશે, એટલું જ નહિ કોસ્ટ બોરોવિંગ પર પણ અસર પડશે. મોદી સરકારની કિસાન યોજના પૂરી રીતે અલગ છે, આ યોજના પૂરી રીતે ચિન્હિત ગરીબ ખેડૂતો માટે છે. જણાવી દઈએ કે નીતિ આયોગના અધ્યક્ષ પીએમ નરેન્દ્ર મોદી છે. નીતિ આયોગને સરકારની થિંક ટેન્ક માનવામાં આવે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ રાહુલ ગાંધીના આ એલાનની ટિકા કરી હતી.

Live: પ્રિયંકા પર બોલ્યાં મેનકા ગાંધી- ચૂંટણીમાં તેમની કોઈ અસર નહિ Live: પ્રિયંકા પર બોલ્યાં મેનકા ગાંધી- ચૂંટણીમાં તેમની કોઈ અસર નહિ

English summary
Election commission gives notice to Niti Ayog vice chairman over his remark on Rahul Gandhi promise of minimum income promise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X