ચૂંટણી સુધી નહીં વધે ગેસના ભાવ, 'આપ'એ માન્યો આભાર
નવી દિલ્હી, 25 માર્ચ: લોકસભા ચૂંટણીના પગલે હવે 1 એપ્રિલ સુધી ગેસના ભાવમાં વધારો નહીં થાય. ચૂંટણી પંચે 1 એપ્રિલથી ગેસની કિંમતોમાં વધારા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે આ નિર્ણય આમ આદમી પાર્ટીની ફરિયાદ બાદ કર્યો છે. બનારસ પ્રવાસે આવેલા કેજરીવાલે ટ્વિટ કરી તેના માટે ચૂંટણી પંચનો આભાર પણ માન્યો છે. પોતાના ટ્વિટમાં કેજરીવાલે જણાવ્યું છે કે ભારતની જનતાને મોંઘવારીની મારથી બચાવવા બદલ ચૂંટણી પંચનો આભાર.
તેમણે જણાવ્યું કે જો 1 એપ્રિલથી ગેસની કિંમતો વધી જતી તો દેશમાં મોંઘવારી વધી જતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી આ રાહત માત્ર 2 મહીના સુધી છે જ્યા સુધી ચૂંટણી પૂરી નથી થતી. જ્યાં કેજરીવાલે પંચની સરાહના કરી છે જ્યારે રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડે પ્રાકૃતિક ગેસની કિંમતો પર એકવાર ફરી સફાઇ આપી છે. તેમની તરફથી કરવામાં આવેલી દલિલ પ્રમાણે ગેસના ભાવ વધવાથી મોંઘવારી વધી જશે એ વાત કહેનારા લોકો ખરેખર લોકોને ભ્રમિત કરી રહ્યા છે.













Click it and Unblock the Notifications
