For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈવીએમ અંગેની ફરિયાદ માટે ચૂંટણી પંચે ઈવીએમ કંટ્રોલ રૂમ બનાવ્યો, આ નંબર પર ફરિયાદ કરી શકો

લોકસભા ચૂંટણી બાદ જે રીતે સતત વિપક્ષ ઈવીએમની સુરક્ષા વિશે સવાલ ઉઠાવી રહ્યુ છે તે બાદ છેવટે ચૂંટણી પંચે આ અંગે મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી બાદ જે રીતે સતત વિપક્ષ ઈવીએમની સુરક્ષા વિશે સવાલ ઉઠાવી રહ્યુ છે તે બાદ છેવટે ચૂંટણી પંચે આ અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ઈવીએમ માટે 24 કલાક ચાલનાર કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. આ ઈવીએમ કંટ્રોલ રૂમ ચૂંટણી મકાનમાં સક્રિય છે જ્યાં ઈવીએમ અંગેની દરેક ફરિયાદ કરવામાં આવી શકે છે. આ કંટ્રોલ રૂમમાં એ ઈવીએમ વિશે પણ ફરિયાદ કરી શકાય છે જેનો ઉપયોગ મતદાન દરમિયાન થયો છે. ચૂંટણી પંચ તરફથી આ કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે જ્યાં ફોન કરીને ઈવીએમ અંગેની ફરિયાદ કરી શકાય છે. કંટ્રોલ રૂમ તરફથી જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે 011-23052123 છે.

EVM

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા યુપીના ચાર જિલ્લાઓમાં ઈવીએન વિશે હોબાળો મચી ગયો. ઈવીએમની સુરક્ષા માટે રાજકીય પક્ષોએ હોબાળો મચાવી દીધો. રાજકીય દળોએ ઈવીએમ બદલવાનો આરોપ લગાવ્યો અને આ દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે તેમની બોલાચાલી પણ થઈ. જ્યારે ચૂંટણી પંચે આ આરોપોને ફગાવીને માત્ર અફવા ગણાવી દીધી છે. આ દરમિયાન ઈવીએમની સુરક્ષા માટે કોંગ્રેસના બે ઉમેદવારઓએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે દેશમાં થયેલ સામાન્ય ચૂંટણી માટે 23 મેના રોજ થનાર મતોની ગણતરી દરમિયાન વીવીપેટ મશીનોની રિસીટને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના આંકડા સાથે સો ટકા મેળવવાની માંગ કરતી જનહિત અરજી મંગળવારે ફગાવી દીધી. પંચે કહ્યુ કે બધી જગ્યાએ ઈવીએમ અને વીવીપેટને પાર્ટી ઉમેદવારોની સામે સારી રીતે સીલ કરી દેવામાં આવ્યા હતા અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. બધા આરોપો આધારહીન છે.

આ પણ વાંચોઃ ISRO એ સફળતાપૂર્વક PSLVC46થી રિસેટ 2બીને કર્યુ લૉન્ચઆ પણ વાંચોઃ ISRO એ સફળતાપૂર્વક PSLVC46થી રિસેટ 2બીને કર્યુ લૉન્ચ

English summary
Election commission set 24 hour EVM Control Room where complaints related to EVM can be registered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X