ચૂંટણી ફ્લેશ: બ્લેક મની મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 એપ્રિલ: હાલમાં દેશમાં ચૂંટણીનો સૌથી મોટો મહોત્સવ ચાલી રહ્યો છે. અને જેમ જેમ એક પછી એક તબક્કાવાર ચૂંટણીઓ પતી રહી છે તેમ તેમ સત્તા અને ખુરશીની લાલસામાં નેતાઓ પોતાનો આપો ખોઇ રહ્યા છે અને એકબીજા પર મોફાટ પ્રહારો કર્યા કરે છે. જોકે આ જ માહોલમાં રાજનૈતિક ઉથલપાથલ સર્જાઇ રહી છે. લોકસભા ચૂંટણીના તમામ સમાચારોથી અપડેટ રહેવા માટે અત્રે વાંચો અને જાણો કે ચૂંટણી અખાડામાં શું-શું બની રહ્યું છે. કોણ કોણ શું શું કરી રહ્યું છે અને કોણ શું શું કહી રહ્યું છે...

રાજ ઠાકરેની ધમકી

રાજ ઠાકરેની ધમકી

ગુરુવારે મુંબઇની સભા 6 બેઠકો પર મતદાનના ઠીક પહેલા રાજ ઠાકરેએ ફરી જણાવ્યું કે ઉત્તર ભારતીયોને મુંબઇની દુર્દશા માટે જવાબદાર છે, રાજે પોતાના પરનો કાબૂ ગુમાવતા એવું પણ કહી દીધું કે જરૂરત પડી તો ફરી ફટકારીશ.

મુલાયમ ભરશે ઉમેદવારી પત્ર

મુલાયમ ભરશે ઉમેદવારી પત્ર

બે બેઠકોથી ચૂંટણી લડી રહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ આજે આઝમગઢથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. મુલાયમ સિંહ મેનપુરીથી પણ ચૂંટણી લડવાના છે.

પ્રચારનો આજે છેલ્લો દિવસ

પ્રચારનો આજે છેલ્લો દિવસ

છઠ્ઠા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. 24 એપ્રિલના રોજ 117 બેઠકો માટે મતદાન થવાનું છે. પ્રચાર ખત્મ થતા પહેલા નેતાઓની તાબડતોબ રેલીઓ થઇ રહી છે.

તોગડિયા પર કેસ

તોગડિયા પર કેસ

ચૂંટણી પંચના આદેશ પર વીએચપી પ્રમુખ પ્રવીણ તોગડિયા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તોગડિયાની સામે 153એ, 153બી, 188 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પંચે તેમના નિવેદનની સીડી પણ મંગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તોગડિયાએ ભાવનગરમાં હિન્દુ વિસ્તારોથી મુસલમાનોને જબરદસ્તી બહાર કરી દેવાનું નિવેદન કર્યું હતું.

તોગડિયા મુદ્દે મોદીએ કર્યું ટ્વિટ

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે 'સ્વયંને ભાજપના શુભચિંતક ગણાવતા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે ચાલી રહેલા પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે.'

તોગડિયા અંગે મોદીએ ટ્વિટ કર્યું

મોદીએ ટ્વિટમાં આગળ જણાવ્યું કે 'હું આવા કોઇ પણ બેજવાબદારી ભર્યા નિવેદનને નકારું છું અને આ પ્રકારના નિવેદનો કરનારાઓને અપીલ કરું છું કે તેઓ આવા નિવેદનો આપવાથી દૂર રહે.'

બ્લેક મની મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

બ્લેક મની મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

બ્લેક મની મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આજે ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે સરકારે સર્વોચ્ચ અદાલતના અપમાન જેવી હરકત કરી છે. કોર્ટે સરકારને 2011માં એસઆઇટી બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનું હજી સુધી ગઠન કરવામાં આવ્યું નથી. કોર્ટે આ અંગે અરજીકર્તા રામ જેલમલાણી અને સરકારને એવા નામની ભલામણ કરવા જણાવ્યું છે જેઓને એસઆઇટીમાં રાખી શકાય.

મોદી સત્તામાં આવ્યા તો થશે રમખાણ: અમરિંદર સિંહ

મોદી સત્તામાં આવ્યા તો થશે રમખાણ: અમરિંદર સિંહ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યું કે મોદી નરસંહાર માટે જવાબદાર છે. અમરિંદર અનુસાર મોદી જો સત્તામાં આવ્યા તો 6 મહીનાની અંદર રમખાણ થશે.

English summary
Election Flash: Raj thackarey threat to North Indian people again, EC case file on Pravin togadia..read more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X