For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election : આજે બીજેપી હેડક્વાર્ટરમાં થશે જીતનો જશ્ન, PM મોદી કાર્યકર્તાઓને કરશે સંબોધન

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચના રોજ સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

Election : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચના રોજ સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બહુમતી મેળવી છે, જ્યારે મણિપુર અને ગોવામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભાજપ હેડક્વાર્ટર ખાતે વિજયની ઉજવણી કરાશે

ભાજપ હેડક્વાર્ટર ખાતે વિજયની ઉજવણી કરાશે

વિધાનસભાની ચૂંટણીમાં વિજયની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહઅને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.

ચાર રાજ્યોમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં લીડ સાથે આગળ

ચાર રાજ્યોમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં લીડ સાથે આગળ

ભારતીય જનતા પાર્ટી (BJP) રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી જીત તરફ આગળ વધી રહી છે અને અન્ય ત્રણ રાજ્યોમાંવલણોમાં આગળ છે.

દેશના પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં મતદાન થયું હતું. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ આમાંથી ચાર રાજ્યોમાં દિવસના અંત સુધીમાંજીત મેળવી શકે છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપ આગળ છે.

તમામની નજર રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ પર છે,જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર સતત બીજી વખત સત્તા પર કબ્જો કરવાનો પ્રયાસ કરી રહી છે.

2017 માં ભાજપે 312 સીટ જીતી

2017 માં ભાજપે 312 સીટ જીતી

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, ઉત્તર પ્રદેશની કુલ 403 બેઠકોમાંથી 401 બેઠકોના ઉપલબ્ધ વલણો અનુસાર, સત્તાધારી પક્ષો 243થી વધુ બેઠકો પર આગળ છે.

અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 બેઠકો જીતી હતી. ભાજપ આ વખતે ભલે તેના અગાઉના પ્રદર્શનથી પાછળ રહી જાય, પરંતુ તે અડધીથી વધુ બેઠકોસરળતાથી જીતી લે તેવું લાગી રહ્યું છે.

ત્રણ દાયકાથી વધુ સમયમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે રાજ્યમાં સતત બીજી ટર્મ માટે કોઈ પાર્ટી સરકાર બનાવશે.

English summary
Election : PM Modi to address to BJP party workers, victory will celebrated at BJP headquarters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X