For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu and Kashmir: સોપોર કસ્બામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા

Jammu and Kashmir: સોપોર કસ્બામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 આતંકીઓને ઘેર્યા

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર છે, જ્યાં સોોર કસ્બામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે, પ્રાપ્ત જાણકારી મુજબ સોપોર કસ્બામાં સુરક્ષાબળોએ ચાર આતંકવાદીઓને ઘેરી લીધા છે અને બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે, જણાવી દઈએ કે સુરક્ષાબળોને ઈનપુટ મળ્યા હતા કે સોપોર કસ્બામાં કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા છે, જે બાદ ઓપરેનની શરૂઆત થઈ ગઈ.

army

જણાવી દઈએ કે મંગળવારે દક્ષિણ કાશ્મીરના જિલ્લા અનંનાગના બિઝબેહાડા વિસ્તારમાં સીઆરપીએફ જવાનની એક યૂકડી પર કેટલાક આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં સીઆપીએફનો એક જવાન શહીદ થઈ ગયો, જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો હતો, શહીદ જવાનની ઓળખ શિવ લાલ તરીકે થઈ હતી.

આતંકી સોપોર કસ્બામાં છૂપાયા છે

સીઆરપીએફ સહિત સેનાના જવાનોએ હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આતંકવાદીઓની તલાશ શરૂ કરી દીધી હતી, જ્યારે સોપોરના ગુલ અબદ અરમ્પોરામાં કેટલાક આતંકવાદીઓએ દેખા દીધા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષા બળોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે, જે અંતર્ગત જ આજે જાણખારી મળી કે કેટલાક આતંકવદીઓ સોપોર કસ્બામાં છૂપાયા છે, જે બાદ ત્યાં અથડામણ થઈ રહી છે. અગાઉ કુપવાડામાં રવિવારે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 5 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા હતા, જેમાં પાંચ જવાન પણ શહીદ થયા હતા.

અમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોતઅમેરિકામાં હાલાત બેકાબૂઃ 24 કલાકમાં કોરોનાથી 2000 લોકોના મોત

English summary
Encounter has started in Gulabad area of Sopore in Baramulla district. 22 Rashtriya Rifles, Sopore Police and 179 Central Reserve Police Force are carrying out the operation. More details awaited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X