Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુના સિંધરામાં સુરક્ષાકર્મીઓનું એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ એક ટ્રકમાં હતા. ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીની લાશ કબ્જે કરવામાં આવી છે.

જમ્મુમાં સુરક્ષા જવાનો દ્વારા સિંધરામાં વિસ્તારમાં આતંકવાગીને ઘેરી લેવામાં આવ્યા હતા. આ એનકાઉન્ટરમાં 3 આતંકવાદીઓને સુરક્ષ જવાનોએ ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ એક ટ્રકમાં હતા. ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીની લાશ કબ્જે કરવામાં આવી છે.

Jammu

બુધવારની સવારે સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં આતંકીઓની ઘેરાબંધી શરૂ કરવામાં આવી હતી, આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.

આ ઘટના અંગે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ છૂપાયેલા છે, જેને પોલીસે કોર્ડન કરી લીધા છે.

આ પહેલા સોમવારના રોજ પણ પણ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે આતંકીના એક સાગરીકની ધરપકડ કરી હતી. મેંધર સબડિવિઝનમાંથી પોલીસ દ્વારા આતંકવાદીઓના સાગરીકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અને ભારતીય સેનાના જવાનો દ્વારા રવિવારના રોજ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, અમે જે આતંકવાદીની ધરપકડ કરી છે, તેનો સહયોગી સલવા વિસ્તારમાં રહેતો હતો, તેનું નામ તૈયબ ખાન છે, જ્યારે તેને રોકવા માટે કહેવામાં આવ્યું, તો તે ભાગવા લાગ્યો હતું. તે જંગલ વિસ્તારમાંથી આવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બરના રોજ શોપિયાંમાં આતંકવાદીઓએ સામાન્ય નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શોપિયાના હીરપોરા વિસ્તારમાં બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ વસીમ અહેમદ વાની તરીકે ઓળખાતા નાગરિક પર ગોળીબાર કર્યો હતો. આ નાગરિક શોપિયાંના બુરીહલાન વિસ્તારમાં રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X