For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર પ્રવાસ માટે EU નેતાઓનું સ્વાગત, કંઈક તો ગડબડ છેઃ રાહુલ ગાંધી

કાશ્મીર પ્રવાસ માટે EU નેતાઓનું સ્વાગત, કંઈક તો ગડબડ છેઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યૂરોપિયન યૂનિયનના સાંસદના કાશ્મીર પ્રવાસને લઈ રાજનીતિ તેજ થઈ ગઈ છે. ઈયૂ સાંસદોનું એક પ્રતિનિધિમંડળના જમ્મુ-કાશ્મીર પ્રવાસને લઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. કોંગ્રેરસે યૂરોપીય સાંસદોની કાશ્મીર યાત્રાનો આકરો વિરોધ કરતાં આને ભારતીય સંસદ અને સાંસદોના વિશેષ અધિકારનું હનન ગણાવ્યું. તેમણે મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે કાશ્મીર પ્રવાસ માટે યૂરોપના સાંસદોનું સ્વાગત થઈ રહ્યું છે, જ્યારે ભારતીય સાંસદો પર કાશ્મીર જવા પર રોક છે.

ઈયૂ નેતાઓનું સ્વાગત થતાં રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો

ઈયૂ નેતાઓનું સ્વાગત થતાં રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો

રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ભારતીય સાંસદોની કાશ્મીર યાત્રા પર તેમની અટકાયત કરી લેવામાં આવી અને શ્રીનગરથી જ પરત મોકલી દેવામાં આવ્યા, જ્યારે યૂરોપીય સાંસદો માટે સરકાર લાલ કાર્પેટ પાથરી રહી છે. તેમણે કહ્યું કે કંઈક તો બહુ ખોટું થઈ રહ્યું છે. અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ એક નિવેદનમાં કહ્યું કે યૂરોપીય સાંસદ કાશ્મીર જઈ રહ્યા છે. તેમને સમગ્ર જાણકારીથી અવગત કરાવવામાં આવી રહ્યા છે. આ ભારતીય સંસદની સંપ્રભુતા વિરુદ્ધ છે અને ભારતીય સાંસદોના વિશેષ અધિકારોનું હનન છે.

ભારતીય સંસદનું અપમાન

ભારતીય સંસદનું અપમાન

રાહુલ ગાંધી સિવાય ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ મામલાને લઈ સરકારને ઘેરી અને દાવો કર્યો કે આ પગલું અમારી રાષ્ટ્રીય નીતિથી ઉલટું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું, જમ્મુ-કાશ્મીર અમારું, ત્યારે યૂરોપિયન યૂનિયનવાળા કેવી રીતે પધાર્યા? અમારો મામલો અમે જોઈશું. પરંતુ મોદીજીએ યૂરોપિયન યૂનિયનને કાશ્મીરમાં પંચ કેમ બનાવ્યું? બીજા દેશોના સાંસદોને કાશ્મીર જવાની મંજૂરી છે, આપણા સાંસદોને કેમ નહિ? તેમણે આરોપ લગાવ્યો કે, આ મોદી સરકારનું ફેક રાષ્ટ્રીયવાદ અને સંસદનું અપમાન છે.

ઈયૂ નેતાઓની યાત્રાને લઈ ઉઠાવ્યો સવાલ

ઈયૂ નેતાઓની યાત્રાને લઈ ઉઠાવ્યો સવાલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, 'જ્યારે ભારતીય નેતાઓને જમ્મુ-કાશ્મીરના લોકોને મળતાં રોકવામાં આવી રહ્યા છે તો છાતી ઠોકીને રાષ્ટ્રવાદની વાત કરનારાએ શું વિચારીને યૂરોપીય નેતાઓને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપી. આ સીધેસીધું ભારતની પોતાની સંસદ અને આપણા લોકતંત્રનું અપમાન છે.'

<strong>ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ</strong>ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ

English summary
EU leaders welcomed for Kashmir tour, something is wrong: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X